/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Maharashtra-elections-Result-2025.jpg)
Maharashtra Elections Result 2025 : મહારાષ્ટ્ર કોર્પોરેશન અને નગર પંચાયતોના ચૂંટણી પરિણામ જાહેર થયા છે. (Photo: Loksatta)
Gujarat Latest News Update Today in Gujarati 21 December 2025 : મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પંચાયતો સહિતની 23 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી મતદાન બાદ આજે મત ગણતરી ચાલી રહી છે. મહારાષ્ટ્રની 23 મ્યુનિસિપલ નિગમ, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના અધ્યક્ષ અને સભ્યોના પદ માટે મતદાન શનિવારે સાંજે 5.30 વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું. આ સાથે જ આ સંસ્થાઓમાં ખાલી પડેલી સભ્યોની 143 જગ્યાઓ માટે પણ મતદાન કરવામાં આવ્યું હતું. તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે, ઘણી જગ્યાએ જોરદાર ટક્કર છે. મતદારો રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર mahasec.maharashtra.gov.in અને mahasecelec.in પર પરિણામો જોઇ શકાય છે.
- Dec 21, 2025 15:36 IST
Exclusive: ચૂંટણી બોન્ડ બંધ થતા ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટનો રાજકીય પક્ષો પર પૈસાનો વરસાદ, જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલું દાન મળ્યું?
Electoral Trust Political Donation : ચૂંટણી પંચ પાસે શનિવાર, 20 ડિસેમ્બર સુધીના આંકડા મુજબ, હાલમાં નોંધાયેલા 19 ઇલેક્ટોરલ ટ્રસ્ટ માંથી 13 ટ્રસ્ટના અહેવાલો ઉપલબ્ધ છે. જેમાંથી નવ ટ્રસ્ટોએ કુલ 3,811 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. ...અહીં વાંચો
- Dec 21, 2025 13:10 IST
Train Fare Hike : ટ્રેન મુસાફરી મોંઘી થઇ, રેલવે 26 ડિસેમ્બરથી ટ્રેન ભાડા વધાર્યા, જુઓ નવા ટિકિટ દર
Indian Railways Train Fare Hike : રેલવે દ્વારા 26 ડિસેમ્બરથી ટ્રેનના ટિકિટ ભાડા વધાર્યા છે.મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના એસી અને નોન એસી કોચ ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કર્યો છે. ...બધું જ વાંચો
- Dec 21, 2025 11:52 IST
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર, 10 લોકોના મોત અને ઘણા ઘાયલ થયા
johannesburg Shooting News : જોહાનિસબર્ગ નજીક બેકર્સડાલ વિસ્તારમાં અચાનક ભીડ પર ગોળીબાર કર્યો હતો. ગૌટેંગ પ્રાંતીય પોલીસના પ્રવક્તા બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ...બધું જ વાંચો
- Dec 21, 2025 08:20 IST
મહારાષ્ટ્રના 23 કોર્પોરેશન અને નગર પંચાયતના ચૂંટણી પરિણામ આજે જાહેર થશે, મત ગણતરી શરૂ
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પંચાયતો સહિતની 23 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી મતદાન બાદ આજે મત ગણતરી ચાલી રહી છે. મહારાષ્ટ્રની 23 મ્યુનિસિપલ નિગમ, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના અધ્યક્ષ અને સભ્યોના પદ માટે મતદાન શનિવારે સાંજે 5.30 વાગ્યે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું. આ સાથે જ આ સંસ્થાઓમાં ખાલી પડેલી સભ્યોની 143 જગ્યાઓ માટે પણ મતદાન કરવામાં આવ્યું હતું. તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે, ઘણી જગ્યાએ જોરદાર ટક્કર છે. મતદારો રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર mahasec.maharashtra.gov.in અને mahasecelec.in પર પરિણામો જોઇ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us