Today News : સિડની આતંકવાદી હુમલા પર નેતન્યાહૂનું નિવેદન, મેં ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને ચેતવ્યા હતા

Gujarat Latest News Update Today in Gujarati 15 December 2025: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે લગભગ ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને એક પત્ર મોકલીને ચેતવણી આપી હતી કે ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓ યહૂદી વિરોધીતાને વેગ આપી રહી છે.

Written by Ankit Patel
Updated : December 15, 2025 23:45 IST
Today News : સિડની આતંકવાદી હુમલા પર નેતન્યાહૂનું નિવેદન, મેં ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને ચેતવ્યા હતા
બેન્જામિન નેતન્યાહૂ - photo- jansatta

Today Latest News Update in Gujarati 14 December 2025: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ગોળીબારમાં અગિયાર લોકો માર્યા ગયા હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસએ તેને ઓસ્ટ્રેલિયામાં રહેતા યહૂદી લોકો પર લક્ષિત હુમલો ગણાવ્યો હતો. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે લગભગ ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને એક પત્ર મોકલીને ચેતવણી આપી હતી કે ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓ યહૂદી વિરોધીતાને વેગ આપી રહી છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમની નીતિઓ યહૂદી વિરોધીતાની આગને વેગ આપી રહી છે અને ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ભડકેલા યહૂદીઓ સામેના નફરતને વેગ આપી રહી છે.

Live Updates

ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરી

Minor raped in Gandhinagar : ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી. આ સમયે જ એક હવસખોરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું …વધુ માહિતી

IPL 2026 Auction : આઈપીએલ 2026ની હરાજી 16 ડિસેમ્બરે યોજાશે, લાઈવ સ્ટ્રીમિંગ, બાકી પર્સ સહિત બધી માહિતી

IPL 2026 Player Auction : આઈપીએલ 2026 ની હરાજી 16 ડિસેમ્બર 2026 ના રોજ અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. જેમાંથી ફ્રેન્ચાઇઝીઓ કુલ 77 ખેલાડીઓની પસંદગી કરશે …અહીં વાંચો

પીએમ મોદીનો જોર્ડન પ્રવાસ કેમ છે મહત્વપૂર્ણ? આ મહત્વના મુદ્દા પર થશે ચર્ચા

PM Narendra Modi Jordan Visit : પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી સોમવારે જોર્ડન પહોંચ્યા હતા. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે જોર્ડનની આ તેમની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત છે. જોર્ડન ભારત માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને તાજેતરના વર્ષોમાં રાજકીય સંબંધો વધુ ગાઢ બન્યા છે …સંપૂર્ણ વાંચો

જય શાહે મેસ્સીને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી, ટી 20 વર્લ્ડ કપની ટિકિટ પણ આપી

Lionel Messi India Tour 2025 : આઈસીસી ચેરમેન જય શાહે સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને ICC T20 વર્લ્ડ કપ 2026 માં આમંત્રણ આપ્યું અને ભારત વિ યુએસએ મેચની ટિકિટ ભેટમાં આપી હતી …વધુ વાંચો

ઉમર અબ્દુલ્લાએ કહ્યું - વોટ ચોરી કોંગ્રેસનો મુદ્દો છે, ઇન્ડિયા ગઠબંધનનો નહીં

Omar Abdullah : કોંગ્રેસના પ્રચાર અને ચૂંટણી અનિયમિતતાના આક્ષેપો પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. દરેક રાજકીય પક્ષ પોતાનો એજન્ડા નક્કી કરવા માટે સ્વતંત્ર છે …સંપૂર્ણ વાંચો

મહિન્દ્રા XUV 7XO ની પ્રી-બુકિંગ ભારતમાં શરુ, આટલા રુપિયામાં કરી લો બુકિંગ, જાણો ખાસ અપડેટ્સ

Mahindra XUV 7XO Pre-Bookings Begin : મહિન્દ્રાએ પોતાની લોકપ્રિય SUV, XUV700 ના અપડેટેડ વર્ઝન XUV 7XO માટે સમગ્ર ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. મહિન્દ્રા XUV 7XO ની સંભવિત ડિઝાઇન, ફિચર્સ અને પાવરટ્રેન વિશે વિગતવાર જાણીએ.
વધુ માહિતી

Gandhinagar Bharti 2025: ગાંધીનગરમાં ₹ 60,000ની નોકરી મેળવવાની તક, શું જોઈશે લાયકાત? અહીં વાંચો બધી જ માહિતી

Gandhinagar Legal advisor Bharti 2025: ગાંધીનગર ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે. …વધુ માહિતી

Exclusive: સહયોગ પોર્ટલ સેન્સરશીપનું એક નવું હથિયાર બન્યું, WhatsApp ઉપર ચાલી સૌથી વધારે 'કાતર'

Exclusive on Sahyog censorship portal : ધ ઇન્ડિયન એક્સપ્રેસે માહિતી અધિકાર કાયદા હેઠળ સહયોગ પોર્ટલ પર કેટલાક રસપ્રદ ડેટા એકત્રિત કર્યા છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે સહયોગ પોર્ટલ ઑનલાઇન સેન્સરશીપનું નવું હથિયાર કેવી રીતે બની રહ્યું છે. …વધુ માહિતી

Australia terrorist attack : પિતા-પુત્ર નીકળ્યા આતંકવાદી, પાકિસ્તાન સાથે કનેક્શન, સિડની ગોળીબારમાં અત્યાર સુધી શું ખુલાસો થયો?

Australia Sydney Bondi Beach terrorist attack updates : આતંકવાદીઓની ઓળખ 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીન અકરમ તરીકે થઈ છે. પોલીસે જવાબી ગોળીબારમાં સાજિદનું મોત નીપજ્યું, અને તેનો પુત્ર હોસ્પિટલમાં દાખલ છે. …બધું જ વાંચો

Weekly Government Bharti 2025 : આ સપ્તાહમાં GPHCથી લઈને ઈન્ડિયન આર્મી સુધીની 7 મોટી ભરતીઓ થશે બંધ, ફટાફટ કરો અરજીઓ

Government bharti online apply last date :આ અઠવાડિયે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી (GPHC), ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ, ઇન્ડિયા ઓઇલ સહિત 7 ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ બંધ થઈ રહી છે. …સંપૂર્ણ વાંચો

Today News Live: સિડની આતંકવાદી હુમલા પર નેતન્યાહૂનું નિવેદન

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ગોળીબારમાં અગિયાર લોકો માર્યા ગયા હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસએ તેને ઓસ્ટ્રેલિયામાં રહેતા યહૂદી લોકો પર લક્ષિત હુમલો ગણાવ્યો હતો. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે લગભગ ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને એક પત્ર મોકલીને ચેતવણી આપી હતી કે ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓ યહૂદી વિરોધીતાને વેગ આપી રહી છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમની નીતિઓ યહૂદી વિરોધીતાની આગને વેગ આપી રહી છે અને ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ભડકેલા યહૂદીઓ સામેના નફરતને વેગ આપી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ