/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/PM-Modi-speech-.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (ફોટો સોર્સઃ @BJP4India)
Today Latest News Update in Gujarati 20 December 2025 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયામાં રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી, કારણ કે તેઓ ગાઢ ધુમ્મસને કારણે રેલી સ્થળે પહોંચી શક્યા ન હતા. તાહેરપુર હેલિપેડ પર ઉતરવામાં અસમર્થ હોવાથી તેમના હેલિકોપ્ટરને કોલકાતા એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. આ રેલીમાં વડા પ્રધાને શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટી પર ગેરકાયદેસર પ્રવાસીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ ઘૂસણખોરોનું સમર્થન કરે છે અને તેથી જ તેઓ એસઆઈઆરનો વિરોધ કરી રહ્યા છે.
- Dec 20, 2025 23:14 IST
સેમસંગે દુનિયાનું પ્રથમ 2nm સ્માર્ટફોન પ્રોસેસર રજુ કર્યું, ફિચર્સ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો
Samsung : સેમસંગે વિશ્વનું પ્રથમ 2nm સ્માર્ટફોન પ્રોસેસર રજૂ કર્યું છે. આ 2nm ચિપ Exynos 2600 ના નામે રજૂ કરવામાં આવી છે. આ પ્રોસેસર Snapdragon 8 Elite Gen 5 અને Dimensity 9500 જેવા દમદાર ચિપ્સને ટક્કર આપશે ...સંપૂર્ણ માહિતી
- Dec 20, 2025 20:31 IST
ભાજપનો વિપક્ષના નેતા પર આકરો પ્રહાર, કહ્યું - મીર જાફર છે રાહુલ ગાંધી, જર્મની જઇને ભારતના દુશ્મનોને મળ્યા
Rahul Gandhi Germany Visit : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું - રાહુલ ગાંધીના ડીએનએમાં ભારતનો વિરોધ છે. કારણ કે સત્તા મેળવવાની લાલસામાં તેઓ આવી હરકતો કરે છે. જો તેમના કૃત્યો છે, તો પછી તે કહેવું ખોટું નહીં હોય કે આ ભારત સાથે ગદ્દારી છે ...વધુ માહિતી
- Dec 20, 2025 19:11 IST
એપસ્ટીન ફાઇલ્સ રિલીઝ થવાથી શું-શું થયા મોટા ઘટસ્ફોટ? આ લોકોની તસવીરો આવી સામે
Epstein files released : અમેરિકાના ન્યાય મંત્રાલયે યૌન અપરાધી જેફરી એપસ્ટીનને લગતી હજારો ફાઇલો રિલીઝ કરી. આ ફાઇલોમાં દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ સામેલ છે. આ ફાઇલોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનો એક ધુંધળી તસવીર પણ સામેલ છે જેમાં તેઓ 'હોટ ટબ'માં જોવા મળે છે ...અહીં વાંચો
- Dec 20, 2025 18:20 IST
Today News Live: પીએમ મોદીએ કહ્યું - ટીએમસી ઘૂસણખોરોનું સમર્થન કરે છે, તેથી SIR નો વિરોધ કરે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયામાં રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી, કારણ કે તેઓ ગાઢ ધુમ્મસને કારણે રેલી સ્થળે પહોંચી શક્યા ન હતા. તાહેરપુર હેલિપેડ પર ઉતરવામાં અસમર્થ હોવાથી તેમના હેલિકોપ્ટરને કોલકાતા એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. આ રેલીમાં વડા પ્રધાને શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટી પર ગેરકાયદેસર પ્રવાસીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ ઘૂસણખોરોનું સમર્થન કરે છે અને તેથી જ તેઓ એસઆઈઆરનો વિરોધ કરી રહ્યા છે.
- Dec 20, 2025 18:00 IST
જો તમે પણ ફ્રોઝન ફૂડ ખાઓ છો, તો થઇ જાવ સાવધાન, એક્સપર્ટ પાસેથી જાણો કેમ સ્વાસ્થ્ય માટે છે ખતરનાક
Frozen Food Side Effects : ફ્રોઝન ફૂડ સમયની બચત કરે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હાનિકારક સાબિત થઈ શકે છે. ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ અનુ અગ્રવાલ પાસેથી જાણીએ કે ફ્રોઝન ફૂડ શું છે અને તેને ખાવાના ગેરફાયદા શું છે ...સંપૂર્ણ વાંચો
- Dec 20, 2025 17:11 IST
ખાતા નંબર તરીકે 11111111111, એક જ ફોટા, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના યોજનામાં ગેરરીતિ પર CAGના મોટા ખુલાસા
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)માં ઘણી ગંભીર ગેરરીતિઓ શોધી કાઢી છે. ઓડિટમાં એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં વિચિત્ર બેંક ખાતા નંબરો જોવા મળ્યા છે ...બધું જ વાંચો
- Dec 20, 2025 16:25 IST
ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારતીય ટીમમાં શુભમન ગિલની પસંદગી કેમ ના થઇ? અજીત અગરકરે આપ્યું કારણ
T20 World Cup 2026 Team India Squad Announcement : ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. એશિયા કપ 2026માં વાઇસ કેપ્ટન તરીકે ભારતીય ટી-20 ટીમમાં વાપસી કરનાર શુભમન ગિલને ડ્રોપ કર્યો છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આ વિશે ખુલાસો કર્યો છે ...વધુ વાંચો
- Dec 20, 2025 16:12 IST
આ 4 SUV કાર પર મળી રહ્યું છે 2.50 લાખ રુપિયા સુધીનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ, જાણો બધી ડિટેલ
Year End Car Discount 2025: જો તમે નવી એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. ચાલો જાણીએ તે કાર વિશે જે પર હાલમાં 80,000 થી 2.5 લાખ રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે ...અહીં વાંચો
- Dec 20, 2025 12:21 IST
Bangladesh Violence: બાંગ્લાદેશની સ્થિતિ પર શશિ થરુરનું રિએક્શન, જાણો શું કહ્યું?
Bangladesh protests : શશી થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "બાંગ્લાદેશથી આવતા અહેવાલોથી હું ખૂબ જ ચિંતિત છું. પ્રથમ આલો અને ધ ડેઇલી સ્ટારના કાર્યાલયો પર ટોળાના હુમલા અને આગચંપીની ઘટનાઓ બની છે. ...વધુ વાંચો
- Dec 20, 2025 09:40 IST
આસામમાં રાજધાની એક્સપ્રેસ હડફેટે આવ્યું હાથીઓનું ટોળું, 8 હાથીના મોત, પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા
Assam Rajdhani Express Accident : આસામમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની. ટ્રેન નંબર 20507 ડીએન સાઈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. મોટાભાગના હાથીના મોત થયા હતા. ...વધુ માહિતી
- Dec 20, 2025 09:01 IST
US students Visa: અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા જોઈએ છે? ભારતીય વિદ્યાર્થીઓને કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે, જાણો લો લિસ્ટ
documents for us student visa in gujarati : વિદ્યાર્થી વિઝા માટે અનેક દસ્તાવેજોની જરૂર પડે છે. જો એક પણ દસ્તાવેજ ગુમ થાય અથવા ખોટી રીતે સબમિટ કરવામાં આવે, તો યુએસ એમ્બેસી તરત જ વિઝા અરજી નકારી કાઢે છે. ...સંપૂર્ણ માહિતી
- Dec 20, 2025 08:40 IST
Today News Live: મમતા બેનર્જીના SIR ના વિરોધ વચ્ચે આજે PM મોદી બંગાળની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી SIRનો વિરોધ કરી રહી છે. PM મોદી નાદિયામાં એક રેલીને સંબોધિત કરશે અને શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદી નાદિયાના માતુઆ-પ્રભુત્વવાળા તાહેરપુર વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે SIR મોટી સંખ્યામાં લાયક મતદારો, ખાસ કરીને શરણાર્થી હિન્દુઓને મતાધિકારથી વંચિત કરી શકે છે. રાણાઘાટ લોકસભા મતવિસ્તાર (જ્યાં તાહેરપુર સ્થિત છે) ના ભાજપના સાંસદ જગન્નાથ સરકારે દાવો કર્યો હતો કે SIR અંગે માતુઆ સમુદાયમાં જાણી જોઈને ભય ફેલાવવામાં આવી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us