/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/punjab-police.jpg)
પંજાબ પોલીસ (ફાઇલ ફોટો)
Today Latest News Update in Gujarati 17 December 2025: પંજાબના મોહાલીમાં કબડ્ડી ખેલાડી રાણા બાલાચૌરિયાની હત્યાના મુખ્ય આરોપી હરપિંદર ઉર્ફે મિડ્ડુનું પંજાબ પોલીસે બુધવારે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે જણાવ્યું કે હરપિંદર ઉર્ફે મિડ્ડુ પંજાબના તરનતારન જિલ્લાના નૌશેરા પન્નુઆનો રહેવાસી હતો. પોલીસ હરપિંદર ઉર્ફે મિડ્ડુનો પીછો કરી રહી હતી. એન્કાઉન્ટર દરમિયાન તે ઘાયલ થયો હતો અને બાદમાં હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
- Dec 17, 2025 23:11 IST
એકનાથ શિંદેના નજીકના નેતાએ ઓવૈસીની પાર્ટીના પતંગ પ્રતીક પર પ્રતિબંધની માંગ કરી, જાણો કેમ
મહારાષ્ટ્ર સરકારમાં સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના "પતંગ" ચૂંટણી પ્રતીક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ...સંપૂર્ણ માહિતી
- Dec 17, 2025 21:21 IST
Exclusive | બોન્ડી બીચ હુમલો : સાજિદ અકરમ યુરોપિયન મહિલા સાથે નિકાહ કરવા હૈદરાબાદ આવ્યો હતો
Bondi Beach Attack : પરિવારની પૂછપરછ કરનારા તપાસકર્તાઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ સહયોગ કરી રહ્યા છે અને 1998માં ઓસ્ટ્રેલિયા ગયા ત્યારથી સાજિદની હૈદરાબાદ મુલાકાતોની વિગતો શેર કરી છે ...વધુ વાંચો
- Dec 17, 2025 20:18 IST
મકર સંક્રાંતિ ક્યારે છે 14 કે 15 જાન્યુઆરી? જાણો તિથિ, દાન-સ્નાનનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Makar Sankranti 2026 Date and Time : હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય દેવ શનિના સ્વામિત્વ વાળી મકર રાશિમાં પ્રવેશ કરે છે ...બધું જ વાંચો
- Dec 17, 2025 18:44 IST
મોટોરોલાએ 5200mAh બેટરી અને 50MP કેમેરા વાળો દમદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો ફિચર્સ
Moto G Power 2026 Launched : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી પાવર (2026) પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. મોટો જી પાવર (2025) ના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં ઘણા ફિચર્સમાં સુધારો કરવામાં આવ્યો છે ...સંપૂર્ણ વાંચો
- Dec 17, 2025 15:52 IST
SRH Full Squad : SRH એ લિવિંગસ્ટોનને 13 કરોડમાં ખરીદ્યો, આવી છે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
IPL 2026 SRH Players List, Full Squad : સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2026ની હરાજીમાં કુલ 10 ખેલાડીઓની ખરીદી કરી હતી. લિયામ લિવિંગસ્ટોનને 13 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ...સંપૂર્ણ વાંચો
- Dec 17, 2025 14:15 IST
અમદાવાદમાં જાણિતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળાઓમાં તપાસનો ધમધમાટ
Ahmedabad schools receive bomb threat: અમદાવાદમાં અગ્રણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ...વધુ માહિતી
- Dec 17, 2025 11:57 IST
Today News Live: અમદાવાદની જાણિતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે બુધવારે સવારે અમદાવા શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ સ્કૂલોમાં ઝેબર સ્કૂલ, થલતેજ, મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ, DAV ઈન્ટરનેશલ, મકરબા, નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર, ઝાયડસ સ્કૂલ, વેજલપુર, ડિવાઇન સ્કૂલ, અડાલજ, આવિષ્કાર સ્કૂલ, કલોલનો સમાવેશ થાય છે. આ સ્કૂલમાં ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે બપોરે 1:30 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ છે.
- Dec 17, 2025 11:03 IST
Ojas GSSSB Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરી માટે બમ્પર ભરતી, કેટલો મળશે પગાર અને શું જોઈશે લાયકાત?
GSSSB Library Clerk Bharti 2025 Check how to Apply Online in Gujarati: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગ્રંથાલય કારકૂન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. ...બધું જ વાંચો
- Dec 17, 2025 10:15 IST
મહારાષ્ટ્રનો ખેડૂત ₹ 74 લાખ દેવામાં ડૂબ્યો, વિદેશ જઈને કિડની વેચી, જાણો ચોંકાવનારી સમગ્ર ઘટના વિશે
Maharashtra farmer kidney sale news in gujarati : મહારાષ્ટ્રના એક યુવાન ખેડૂત દેવાના બોજ હેઠળ દબાઈને કંબોડિયા ગયો અને શાહુકારો પાસેથી લોન ચૂકવવા માટે પોતાની કિડની વેચી દીધી. ...બધું જ વાંચો
- Dec 17, 2025 09:09 IST
અમેરિકામાં H-1B વિઝા કર્મચારી કેટલો પગાર મેળવે છે? અહીં જાણો સંપૂર્ણ વિગત
h-1b visa holder salary details : અમેરિકનોનો એક મોટો વર્ગ માને છે કે H-1B વિઝા ધારકો સ્થાનિક કામદારો પાસેથી નોકરીઓ છીનવી રહ્યા છે. ચાલો જોઈએ કે શું H-1B વિઝા ધારકોને ખરેખર ઓછો પગાર મળે છે. H-1B વિઝા ધારકો યુએસમાં કેટલી કમાણી કરે છે? ...બધું જ વાંચો
- Dec 17, 2025 07:41 IST
Today News Live: ટ્રમ્પે વેનેઝુએલા સામે મોટી કાર્યવાહી કરી
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે. મંગળવારે (સ્થાનિક સમય), યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પ્રવેશતા અને બહાર નીકળતા તમામ પ્રતિબંધિત તેલ ટેન્કરો પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી. તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર આરોપ લગાવ્યો કે તેઓ તેમની સરકારની ચોરાયેલી તેલ સંપત્તિનો ઉપયોગ ગુના, આતંકવાદ અને માનવ તસ્કરીને પ્રોત્સાહન આપવા માટે કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us