Gujarat Latest News Update Today in Gujarati 2 November 2025 : ગિરનાર પરિક્રમા આખરે શરૂ કરવામાં આવી છે. સોમવારે શુભ મુહૂર્તમાં ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ ભારે વરસાદના કારણે ઇતિહાસમાં પહેલીવાર ગીરનાર પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આસ્થાને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યામાં માત્ર સાધુ સંતોને પરવાનગી આપવામાં આવી છે. સાધુ સંતો પ્રતિકાત્મક યાત્રા કરી ગીરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવી રાખશે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી 5 દિવસ ગીરનાર લીલ પરિક્રમા થાય છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સામાન્ય લોકો 36 કિમી પગે ચાલીને ગીરનારની પરિક્રમા કરે છે.
પીએમ મોદીની ભોજપુરમાં જનસભા, RJD પર આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજપુરમાં જનસભા સંબોધી હતુ. જનસભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આરજેડીના જંગલરાજની ઓળખ જે ચીજોથી થાય છે તે છે – કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુસંસ્કાર, કુશાસન અને કરપ્શન.





