Today News : IGIA અને ચાર એરપોર્ટ પર બોમ્બની ધમકી, ઇન્ડિગોને ઇમેઇલ મળ્યો

Gujarat Latest News Update Today in Gujarati 13 November 2025: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) અને મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત પાંચ એરપોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ધમકી બાદ ત્રણ ફાયર બ્રિગેડ વાહનો એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.

Written by Ankit Patel
Updated : November 13, 2025 23:36 IST
Today News : IGIA અને ચાર એરપોર્ટ પર બોમ્બની ધમકી, ઇન્ડિગોને ઇમેઇલ મળ્યો
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ - દિલ્હી - photo- social media

Today Latest News Update in Gujarati 13 November 2025: સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પર કાર બોમ્બ વિસ્ફોટ થયાના બે દિવસ પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) અને મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત પાંચ એરપોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ધમકી બાદ ત્રણ ફાયર બ્રિગેડ વાહનો એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિગો એરલાઇન્સને સાંજે 4 વાગ્યે એક ઇમેઇલ ધમકી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ અને ગોવાના એરપોર્ટ ઉપરાંત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) ના ટર્મિનલ 3 પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. જોકે, પ્રારંભિક તપાસ પછી, બોમ્બની ધમકીને ખોટી જાહેર કરવામાં આવી હતી.

Live Updates

Bihar Assembly Result 2025 : બિહારમાં કોની બનશે સરકાર, એનડીએ કે મહાગઠબંધન, શુક્રવારે પરિણામ

Bihar Assembly Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએની મોટી જીતની આગાહી કરવામાં આવી છે …સંપૂર્ણ માહિતી

OnePlus 15 : વનપ્લસ 15 ભારતમાં લોન્ચ, 7300mAh બેટરી, દમદાર ગેમિંગ ફિચર્સ, જાણો કિંમત અને ફિચર્સ

Oneplus 15 Launch in India: OnePlus 15 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની મુખ્ય ખાસિયતમાં ફ્લેગશિપ ક્વોલકોમ ચિપસેટ અને મોટી સિલિકોન-કાર્બન બેટરીનો સમાવેશ થાય છે. આ વર્ષે OnePlus પોતાનું ફોક્સ ગેમિંગ પર રાખ્યું છે. તેમાં ગેમર્સ માટે હાઇ રિફ્રેશ રેટ અને ટચ રિસ્પોન્સ રેટ વાળી પેનલ આપવામાં આવી છે …વધુ વાંચો

3 ઇડિયટ્સ નો મિલીમીટર હવે બની ગયો સેન્ટિમીટર, લાગે છે એકદમ હેન્ડસમ, કરી લીધા લગ્ન

આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ માં મિલીમીટરનું પાત્ર ભજવનાર અભિનેતા રાહુલ કુમાર હવે મોટો થઈ ગયો છે. જોકે તેને ઓળખવો ઘણો મુશ્કેલ બની ગયો છે. રાહુલે લગ્ન પણ કરી લીધા છે અને તેમની પ્રેમ કહાની એકદમ ફિલ્મી છે …બધું જ વાંચો

Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં આવું હતું પરિણામ, જાણો કોને મળી હતી કેટલી બેઠકો

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ શુક્રવારને 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. મતદાન પછી બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરાઇ છે …બધું જ વાંચો

મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં કેમ નથી મળી રહ્યું સ્થાન, કેપ્ટન શુભમન ગિલે આપ્યો અજીબ જવાબ

IND vs SA : દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે એ સવાલનો જવાબ આપ્યો હતો કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં કેમ સ્થાન આપવામાં આવતું નથી …વધુ માહિતી

આરજેડીના MLC નું વિવાદિત નિવેદન, કહ્યું - ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ, બાંગ્લાદેશ બની જશે

Bihar Assembly Election Result 2025 : આરજેડીના એમએલસી સુનીલ સિંહે કહ્યું કે જો ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ અથવા બાંગ્લાદેશ બની જશે. આ બાદ પટના પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે …વધુ વાંચો

Gujarat bharti 2025: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીઓની ભરપુર તક, કેટલો મળશે પગાર?

Gujarat Apprentice Bharti: ગુજરાત ભરતી 2025 અંતર્ગત એપ્રેન્ટીસ એક્ટ હેઠલ તાલીમની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. …અહીં વાંચો

Canada part time job rules: કેનેડામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કયા નિયમો છે? અહીં જાણો બધું જ

Canada Part Time Job Rules in gujarati : કેનેડામાં વિદ્યાર્થીઓએ પાર્ટ-ટાઇમ નોકરી લેતા પહેલા તેના માટે નિર્ધારિત મર્યાદાઓને સમજવી મહત્વપૂર્ણ છે. નોકરીના નિયમો તોડવાથી સ્ટડી પરમિટ રદ થઈ શકે છે. …સંપૂર્ણ વાંચો

ISRO bharti 2025: અમદાવાદના ઈસરોમાં નોકરીની તક, ₹92000 સુધી પગાર, અરજી કરવાની આજે છેલ્લી તારીખ

ISRO Bharti 2025: ઈસરો અમદાવાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં આવેલી છે. …સંપૂર્ણ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ