Live

Today News Live: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં બ્લાસ્ટ, સિલિન્ડર ફાટતા 4ના મોત

Gujarat Latest Live News Update Today in Gujarati 4 November 2025: મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં ગેસ સિલિન્ડર ફૂટ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બિલ્ડિંગના સેન્ટ્રલ એસી સિસ્ટમનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

Written by Ankit Patel
Updated : November 04, 2025 20:49 IST
Today News Live: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં બ્લાસ્ટ, સિલિન્ડર ફાટતા 4ના મોત
આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Live Update in Gujarati 4 November 2025: મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં ગેસ સિલિન્ડર ફૂટ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બિલ્ડિંગના સેન્ટ્રલ એસી સિસ્ટમનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સુપ્રીમ કોર્ટની ઇમારત હચમચી ગઈ હતી અને અંધાધૂંધી મચી ગઈ હતી.

સિલિન્ડર વિસ્ફોટની જાણ થતાં જ વકીલો, ન્યાયાધીશોનો સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક કોર્ટની બહાર દોડી આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ જોરદાર વિસ્ફોટ દૂર દૂર સુધી ગુંજ્યો હતો. બચાવ ટીમો અને સુરક્ષા કર્મચારીઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસી પ્લાન્ટ પાસે કામ કરી રહેલા ઘાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

Live Updates

Guru Nanak Jayanti 2025 : ગુરુ નાનક જયંતિ બુધવારે મનાવાશે, તેને પ્રકાશ પર્વ કેમ કહેવામાં આવે છે? જાણો મહત્વ

Guru Nanak Jayanti 2025 : શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવ જી ના જન્મદિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે …વધુ વાંચો

નવી હ્યુન્ડાઇ વેન્યુ ભારતમાં લોન્ચ, કિંમત 7.90 લાખથી શરૂ, જાણો ફિચર્સ, એન્જિન અને માઇલેજ

New Hyundai Venue 2025 launched in India : નવી હ્યુન્ડાઇ વેન્યુ ફેસલિફ્ટને ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. નવી Venue ની કિંમત 7.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.69 લાખ રૂપિયા સુધી જાય છે. SUV કુલ 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે …સંપૂર્ણ વાંચો

શિયાળામાં અમૃતનું કામ કરે છે આ શાકભાજીનું જ્યૂસ, ડોક્ટર પાસેથી જાણો 5 મોટા ફાયદા

Carrot Juice Health Benefits : FISICO Diet and Aesthetic Clinic ના ડાયેટિશિયન ડો.વિધિ ચૌલાના જણાવ્યા અનુસાર શિયાળામાં ગાજરનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે …સંપૂર્ણ વાંચો

છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીની ઉપર ચડી ગઇ પેસેન્જર ટ્રેન, 6 યાત્રીઓના મોતની આશંકા

chhattisgarh bilaspur train accident : સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ટક્કર એટલી ગંભીર હતી કે લોકલ ટ્રેન માલગાડી પર ચડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે …અહીં વાંચો

શું તમે ઠંડીમાં તમારા AC યુનિટને કવરથી ઢાંકી દો છો? આ ભૂલ ખૂબ મોંઘી પડી શકે છે, જાણો કેમ

Air Conditioner Winter Tips : ઘણા લોકો ઉપયોગ ન હોવાના કારણે શિયાળા દરમિયાન પોતાના એર કંડિશનરને કપડા અથવા કવરથી ઢાંકી દે છે. તેઓ વિચારે છે કે આમ કરવાથી તેઓ ધૂળ, ગંદકી અને ઠંડીથી સેફ રહેશે. પરંતુ આમ કરવાથી તમારા AC ને નુકસાન થઈ શકે છે …સંપૂર્ણ વાંચો

Today News Live: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં બ્લાસ્ટ, સિલિન્ડર ફાટતા 4ના મોત

મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં ગેસ સિલિન્ડર ફૂટ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બિલ્ડિંગના સેન્ટ્રલ એસી સિસ્ટમનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સુપ્રીમ કોર્ટની ઇમારત હચમચી ગઈ હતી અને અંધાધૂંધી મચી ગઈ હતી. સિલિન્ડર વિસ્ફોટની જાણ થતાં જ વકીલો, ન્યાયાધીશોનો સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક કોર્ટની બહાર દોડી આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ જોરદાર વિસ્ફોટ દૂર દૂર સુધી ગુંજ્યો હતો. બચાવ ટીમો અને સુરક્ષા કર્મચારીઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસી પ્લાન્ટ પાસે કામ કરી રહેલા ઘાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

Bihar Election 2025: તેજસ્વી, તેજ પ્રતાપ, સમ્રાટ અને અનંત સિંહ… પહેલા તબક્કામાં કઈ કઈ છે હાઈ પ્રોફાઈલ સીટો?

high profile seats bihar election : 6 નવેમ્બરના રોજ બિહારની ઘણી હાઇ-પ્રોફાઇલ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઘણા અગ્રણી નેતાઓનું ભાવિ દાવ પર લાગેલું છે. ચાલો પહેલા તબક્કાની સૌથી મહત્વપૂર્ણ બેઠકો, જે પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને અગ્રણી નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે તેની તપાસ કરીએ. …સંપૂર્ણ વાંચો

Ojas Bharti 2025: ભાવનગરમાં ₹40,000ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો શું જોઈએ લાયકાત?

Ojas New Bharti 2025 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. …અહીં વાંચો

હું તો બચી ગયો પરંતુ… દરરોજ.., અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર જીવિત વિશ્વાસ કુમારે વર્ણવી વેદના

ahmedabad plane crash lone survivor : વિશ્વાસે કહ્યું કે તેમનું બચવું એક ચમત્કાર છે અને તેઓ પોતાને સૌથી ભાગ્યશાળી માને છે. અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટના કાટમાળમાંથી વિશ્વાસ બચી ગયો. …બધું જ વાંચો

Today News Live: રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં કોચ એટેન્ડન્ટે સેનાના સૈનિકની કરી હત્યા

રવિવારે મોડી રાત્રે રાજસ્થાનમાં બિકાનેર પહોંચેલી જમ્મુ તાવી એક્સપ્રેસ (સાબરમતી એક્સપ્રેસ) ના સ્લીપર કોચમાં એક સેનાના સૈનિકની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકનો કોચ એટેન્ડન્ટ સાથે ઝઘડો થયો હતો, જેના કારણે એક કોચ એટેન્ડન્ટે તેના પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ