Today Latest News Live Update in Gujarati 01 october 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં RSS ના 100 વર્ષના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. PM મોદીએ કહ્યું, “કાલે વિજયાદશમી છે, એક તહેવાર જે ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. 100 વર્ષ પહેલાં આ શુભ દિવસે RSS ની સ્થાપના કોઈ સંયોગ નહોતો.”