Today Latest News Update in Gujarati 02 october 2025: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ધ ન્યૂઝ અખબારના અહેવાલ મુજબ, પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 6 નાગરિકો અને 3 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં લગભગ 172 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 12 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અખબારે એમ પણ અહેવાલ આપ્યો હતો કે હિંસક પ્રદર્શન દરમિયાન લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.