Today Latest News Update in Gujarati 03 october 2025: વિજયાદશમીના અવસર પર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં અગિયાર લોકોના દુઃખદ મોત થયા છે. 11 મૃતકોમાંથી આઠ છોકરીઓ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ખંડવામાં થયેલા દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.