Today Latest News Update in Gujarati 4 october 2025: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ રોકવાના શાંતિ પ્રયાસોનો સ્વાગત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદી ટ્વિટમાં લખ્યું છે કે, ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ વચ્ચે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલનો સ્વાગત કરું છું. બંધકોની મુક્તિના સંકેત એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સ્થાયી અને ન્યાયસંગત શાંતિની દિશામાં તમામ પ્રયાસોનો દ્રઢતા સાથે સમર્થન કરતું રહેશે.
વાપીમાં ભંગારના ગોદામમાં ભયંકર આગ
ગુજરાતના વાપીમાં એક ભંગારના ગોદામમાં ભયંકર આગ લાગવાની ઘટના બની છે. શુક્રવારે મોડી રાત્રે ભંગારના ગોદામમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયરબિગ્રેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરબગ્રેડના અધિકારીએ જણાવ્યું કે, ભંગારના ગોદામમાં આગ લાગી હતી. આગ બહુ ભયંકર હોવાથી અમે બહારથી પણ ફાયર ટેન્ડરની ગાડીઓ બોલાવી છે. 6 -7 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. 5 થી વધારે ગોદામમાં આગ લાગી છે. આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.