Gujarat Latest Live News Update Today in Gujarati 07 October 2025 : મહારાષ્ટ્રના શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે એક વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ પર વસ્તુ ફેંકવાની ઘટના વિશે કહ્યું કે, આ જૂતું CJI ગવઇ પર નથી ફેંકવામાં આવ્યું કે ફેંકવાની કોશિશ કરી છે, પણ તે જૂતું ભારતના સંવિધાન પર ફેંકવાની કોશિશ હતી. સત્તામાં બેઠેલા લોકો ભારતના સંવિધાનનું પાલન કરવા તૈયાર નથી અને તેના ચેલાઓ આવી હરકતો કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમ વર્ષા, પ્રવાસીઓ આનંદીત
જમ્મુ કાશ્મીરમાં શિયાળાની શરૂઆત સાથે જ હિમ વર્ષા શરૂ થઇ ગઇ છે. આજે ગુલમર્ગમાં હિમ વર્ષા થઇ હતી. ગુલમર્ગમાં પ્રવાસીઓએ હિમ વર્ષાની મજા માણી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદી, 1 નવેમ્બરથી લાગુ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ટેરિફ લાદી છે. આ વખતે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા ટ્રકો પર 25 ટકા ટેક્સ વસૂલવાની ઘોષણા કરી છે, જે 1 નવેમ્બરથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટુથ સોશલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, 1 નવેમ્બર, 2025થી શરૂ થઇ, અન્ય દેશો માંથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવતા તમામ મીડિયમ અને હેવી ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.