/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/car-canal-1.jpg)
ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં એક કાર ખાબકી છે. આ ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા (તસવીર - સોશિયલ મીડિયા)
Today Latest News Update in Gujarati 1 July 2025: ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં એક કાર ખાબકી છે. આ ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ફાયરની ટીમે બે યુવક અને એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો છે. પોલીસે પુષ્ટી કરી છે કે કારમાં ત્રણ લોકો સવાર હતા અને ત્રણેયના મોત થયા છે. ત્રણેય અમદાવાદના રહેવાસી છે. પોલીસ દ્વારા કાર કઈ રીતે કેનાલમાં પડી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
જો બિલ પસાર થશે તો હું બીજા દિવસે નવી પાર્ટી બનાવીશ', એલોન મસ્ક
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ફરી એકવાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી છે. એટલું જ નહીં, તેમણે પડકાર ફેંક્યો કે જો સેનેટ આ બિલને મંજૂરી આપે છે, તો તેઓ બીજા જ દિવસે 'અમેરિકન પાર્ટી' નામનો એક નવો રાજકીય પક્ષ બનાવશે.
ટેસ્લાના વડા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, 'જો આ ઉન્મત્ત ખર્ચ બિલ પસાર થશે, તો બીજા જ દિવસે અમેરિકા એક પક્ષ બની જશે. આપણા દેશને ડેમોક્રેટ-રિપબ્લિકન યુનિપાર્ટીના વિકલ્પની જરૂર છે જેથી લોકોનો ખરેખર અવાજ હોય.' તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, 'ખર્ચ ઘટાડવાની વાત કરનાર અને પછી આ ઐતિહાસિક દેવું વધારનારા બિલના પક્ષમાં મતદાન કરનાર દરેક સાંસદને શરમ આવવી જોઈએ.'
દિલ્હીમાં જૂના વાહનોને આજથી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારથી વધુ ઉંમરના વાહનોને બળતણ આપવામાં આવશે નહીં. આ પ્રયાસના ભાગ રૂપે, પરિવહન વિભાગ, ટ્રાફિક પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે તે હોટસ્પોટ્સને ઓળખશે જ્યાંથી મોટી સંખ્યામાં આવા વાહનો શહેરમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટ અને CAQM સહિત પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓએ સતત કહ્યું છે કે અંતિમ જીવનકાળના વાહનો (ELV) દૂર કરવા જોઈએ. આવા વાહનોને પેટ્રોલ ન આપવું જોઈએ. સરકાર તેનો અસરકારક રીતે અમલ કેવી રીતે કરી શકાય તે અંગે વિચારણા કરી રહી છે.
મણિપુરમાં 4 કુકી બળવાખોરોને ગોળી મારીને ઠાર માર્યા, વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત
મણિપુરમાં 4 લોકોની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મણિપુરના ચુરાચંદપુર જિલ્લા નજીક એક કારમાં સવાર અજાણ્યા બંદૂકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગોળીબારમાં 72 વર્ષીય મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યાઓ રાજ્યમાં વંશીય તણાવ સાથે સંબંધિત નથી, પરંતુ કુકી બળવાખોરો વચ્ચેના સંઘર્ષને કારણે થઈ છે.
- Jul 01, 2025 23:33 IST
'I LOVE YOU કહેવું યૌન ઉત્પીડન નથી', હાઈકોર્ટે પોક્સો મામલામાં વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે પોક્સો કેસમાં એક વ્યક્તિની સજા રદ કરી હતી. બેન્ચે કહ્યું હતું કે 'I Love You' એ ફક્ત લાગણીની અભિવ્યક્તિ છે. ...વધુ માહિતી
- Jul 01, 2025 18:47 IST
રેડમીના આ બે સ્માર્ટફોન ભારતમાં નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
Redmi Note 14 Pro 5G, Redmi Note 14 Pro+ 5G Launched: રેડમીએ પોતાના રેડમી નોટ 14 પ્રો+ 5જી અને રેડમી નોટ 14 પ્રો 5જી સ્માર્ટફોનને ભારતમાં નવા અવતારમાં લોન્ચ કર્યા છે. તમને આ બંને રેડમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ ...વધુ વાંચો
- Jul 01, 2025 16:49 IST
Today News Live : ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં કાર ખાબકી, બે લોકોનાં મોત
ગાંધીનગરમાં નભોઈ કેનાલમાં એક કાર ખાબકી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. ફાયરની ટીમે એક યુવક અને એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. કેનાલમાં ખાબકેલી કારમાં પાંચ લોકો સવાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને રેસ્ક્યૂ હાથ ધર્યું છે.
- Jul 01, 2025 16:07 IST
બર્મિંગહામમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો હવામાન અને સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ENG બીજી ટેસ્ટ પિચ રિપોર્ટ અને હવામાન આગાહી : શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2 જુલાઈથી પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે ...સંપૂર્ણ માહિતી
- Jul 01, 2025 12:11 IST
Ojas Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક તક, પોસ્ટ, પગારથી લઈને બધી જ માહિતી અહીં વાંચો
ojas Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મત્સ્ય અધિકારી પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...વધુ વાંચો
- Jul 01, 2025 11:26 IST
Today News Live : 'જો બિલ પસાર થશે તો હું બીજા દિવસે નવી પાર્ટી બનાવીશ', એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પડકાર આપ્યો
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ફરી એકવાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી છે. એટલું જ નહીં, તેમણે પડકાર ફેંક્યો કે જો સેનેટ આ બિલને મંજૂરી આપે છે, તો તેઓ બીજા જ દિવસે 'અમેરિકન પાર્ટી' નામનો એક નવો રાજકીય પક્ષ બનાવશે.
ટેસ્લાના વડા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, 'જો આ ઉન્મત્ત ખર્ચ બિલ પસાર થશે, તો બીજા જ દિવસે અમેરિકા એક પક્ષ બની જશે. આપણા દેશને ડેમોક્રેટ-રિપબ્લિકન યુનિપાર્ટીના વિકલ્પની જરૂર છે જેથી લોકોનો ખરેખર અવાજ હોય.' તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, 'ખર્ચ ઘટાડવાની વાત કરનાર અને પછી આ ઐતિહાસિક દેવું વધારનારા બિલના પક્ષમાં મતદાન કરનાર દરેક સાંસદને શરમ આવવી જોઈએ.'
- Jul 01, 2025 11:25 IST
PM Modi Foreign Visit: પીએમ મોદી 8 દિવસમાં 5 દેશોનો કરશે પ્રવાસ, સમજો દરેક દેશનું રાજનૈતિક મહત્વ
PM Modi Five-Nation Foreign Tour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 10 જુલાઈ સુધી પાંચ દેશોની મુલાકાત લેવાના છે. રાજદ્વારી દ્રષ્ટિએ આ બધા દેશો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ...વધુ માહિતી
- Jul 01, 2025 11:24 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામા આવેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 30 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 1 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના વ્યારામાં નોંધાયો હતો.
- Jul 01, 2025 10:39 IST
સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે દહેજમાં ₹ 100 કરોડની માંગણી, સાસરિયાઓના અસહ્ય અત્યાચારથી મહિલાની આત્મહત્યા
tamil nadu dowry case : તમિલનાડુમાં દહેજની માંગણી ન સંતોષાતા સાસરિયાઓનો અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટૂંકાવ્યું હતું. ...બધું જ વાંચો
- Jul 01, 2025 08:57 IST
Today News Live : દિલ્હીમાં જૂના વાહનોને આજથી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારથી વધુ ઉંમરના વાહનોને બળતણ આપવામાં આવશે નહીં. આ પ્રયાસના ભાગ રૂપે, પરિવહન વિભાગ, ટ્રાફિક પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે તે હોટસ્પોટ્સને ઓળખશે જ્યાંથી મોટી સંખ્યામાં આવા વાહનો શહેરમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટ અને CAQM સહિત પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓએ સતત કહ્યું છે કે અંતિમ જીવનકાળના વાહનો (ELV) દૂર કરવા જોઈએ. આવા વાહનોને પેટ્રોલ ન આપવું જોઈએ. સરકાર તેનો અસરકારક રીતે અમલ કેવી રીતે કરી શકાય તે અંગે વિચારણા કરી રહી છે.
- Jul 01, 2025 08:47 IST
July Government Bharti 2025: જુલાઈમાં GPSC થી લઈને રેલવે સુધીની સરકારી ભરતીઓ, આ રહી યાદી
July government Bharti 2025 : GPSC, GSSSB, SSC, રેલવે, વાયુસેના, બેંક, હાઈકોર્ટ પટાવાળા સહિત વિવિધ સ્થળોએ મોટી ભરતીઓ માટેના ફોર્મ બહાર પડી ગયા છે. આ ભરતીઓમાં અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિના સાથે સમાપ્ત થઈ જશે. ...વધુ માહિતી
- Jul 01, 2025 08:36 IST
Gujarat Rain forecast: ગુજરાતમાં ચોમાસું જામ્યું, આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે, IMD ની આગાહી
Gujarat Rain Weather Forecast Update Today: ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ...અહીં વાંચો
- Jul 01, 2025 07:58 IST
Today News Live : મણિપુરમાં 4 કુકી બળવાખોરોને ગોળી મારીને ઠાર માર્યા
મણિપુરમાં 4 લોકોની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મણિપુરના ચુરાચંદપુર જિલ્લા નજીક એક કારમાં સવાર અજાણ્યા બંદૂકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગોળીબારમાં 72 વર્ષીય મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યાઓ રાજ્યમાં વંશીય તણાવ સાથે સંબંધિત નથી, પરંતુ કુકી બળવાખોરો વચ્ચેના સંઘર્ષને કારણે થઈ છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us