Today Latest News Update in Gujarati 10 July 2025: આજે ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપના ઝટકા ગુરુગ્રામ, મેરઠ, શામલી અને ગાઝિયાબાદ સુધી અનુભવાયા હતા. 8થી 10 સેકન્ડ સુધી ભૂકંપની આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ હરિયાણાના ઝજ્જર પાસે હતું. ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.
કપિલ શર્મા ના કેનેડામાં આવેલા Kaps Cafe પર ફાયરિંગ
કોમેડિયન કપિલ શર્માને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં તેના નવા કાફેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ આ ઘટનાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ તેનું ઓપનિંગ કર્યું હતું અને થોડા જ દિવસોમાં તેના પર હુમલો થયો છે.