/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/kn-rajanna.jpg)
K N Rajanna Resigns : કે.એન. રાજન્ના એ કર્ણાટક સરકારના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. (Photo: @ANI)
Today Latest News Live Update in Gujarati 11 August 2025: રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર વોટ ચોરના આરોપ વચ્ચે કર્ણાટક સરકારના મંત્રી કે.એન. રાજન્ના એ રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધીના આરોપ પર કર્ણાટકના સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા કે.એન. રાજન્નાએ કહ્યું કે, જો આપણે આવી વાતો પર આમ જ વાત કરીયે તો, અલગ અલગ વિચારો સામે આવશે. મતદાર યાદી ક્યારે તૈયાર થઇ હતી. એ ત્યારે તૈયાર થઇ હતી જ્યારે આપણી સરકાર સત્તામાં હતી. તે સમયે શું બધા આંખ પર પાટા બાંધી ચુપચાપ બેઠા હતા. આ ગેરરીતિઓ થઇ હતી. આ સત્ય છે. તેમા કંઇ પણ ખોટું નથી. આ ગેરરીતિઓ અમારી આંખો સામે થઇ, આપણને શરમ આવવી જોઇએ. અમે તે સમયે ધ્યાન આપ્યું નહીં. આથી આપણે ભવિષ્યમાં સાવધાન રહેવું પડશે.
સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરતા વિપક્ષી સાંસદોને દિલ્હી પોલીસે અટકાવ્યા
સોમવારે લોકસભા અને રાજ્યસભા બંનેના વિપક્ષી સાંસદોએ સંસદ ભવનના મકર દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરી. કૂચ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ અને ટ્રાન્સપોર્ટ ભવનમાંથી પસાર થઈ. દિલ્હી પોલીસે કૂચ અટકાવી દીધી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂર કહે છે, “મારા માટે, આ મુદ્દો ખૂબ જ સરળ છે. રાહુલ ગાંધીએ કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, તેમના ગંભીર જવાબો મળવા જોઈએ.
ચૂંટણી પંચની જવાબદારી ફક્ત રાષ્ટ્ર પ્રત્યે જ નહીં, પણ પોતાના પ્રત્યે પણ છે કે તે ખાતરી કરે કે જનતાને આપણી ચૂંટણીઓની વિશ્વસનીયતા અંગે કોઈ શંકા ન રહે. ચૂંટણીઓ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. આપણી લોકશાહી એટલી કિંમતી છે કે તેને ડુપ્લિકેટ મતદાન, બહુવિધ સરનામાં કે નકલી મતો છે કે નહીં તે અંગે શંકાઓ દ્વારા જોખમમાં મૂકી શકાય નહીં.
જો લોકોના મનમાં કોઈ શંકા હોય, તો તેનું નિરાકરણ લાવવું જોઈએ. આ પ્રશ્નોના જવાબો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ તે જવાબો વિશ્વસનીય હોવા જોઈએ. મારી એક જ વિનંતી છે કે ચૂંટણી પંચ આ પ્રશ્નોને ધ્યાનમાં લે અને તેનું નિરાકરણ લાવે.”
- Aug 11, 2025 18:31 IST
રાહુલ ગાંધીના વોટ ચોર વિવાદ વચ્ચે કર્ણાટક સરકારના મંત્રી KN રાજન્નાનું રાજીનામું
રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર વોટ ચોરના આરોપ વચ્ચે કર્ણાટક સરકારના મંત્રી કે.એન. રાજન્ના એ રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધીના આરોપ પર કર્ણાટકના સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા કે.એન. રાજન્નાએ કહ્યું કે, જો આપણે આવી વાતો પર આમ જ વાત કરીયે તો, અલગ અલગ વિચારો સામે આવશે. મતદાર યાદી ક્યારે તૈયાર થઇ હતી. એ ત્યારે તૈયાર થઇ હતી જ્યારે આપણી સરકાર સત્તામાં હતી. તે સમયે શું બધા આંખ પર પાટા બાંધી ચુપચાપ બેઠા હતા. આ ગેરરીતિઓ થઇ હતી. આ સત્ય છે. તેમા કંઇ પણ ખોટું નથી. આ ગેરરીતિઓ અમારી આંખો સામે થઇ, આપણને શરમ આવવી જોઇએ. અમે તે સમયે ધ્યાન આપ્યું નહીં. આથી આપણે ભવિષ્યમાં સાવધાન રહેવું પડશે.
Over his statement on Rahul Gandhi's allegations against EC, Karnataka Minister K N Rajanna says, "Look, if we just start talking about such things casually, there will be different opinions. When was the voter list prepared? It was prepared when our own government was in power.… pic.twitter.com/i8W80aAJvr
— ANI (@ANI) August 11, 2025
- Aug 11, 2025 13:55 IST
Independence Day Essay 2025: સ્વતંત્રતા દિવસ પર શાનદાર નિબંધ કેવી રીતે લખવો? આ છે 5 બેસ્ટ આઈડિયા
Independence Day Essay writing in gujarati : સ્વતંત્રતા દિવસનો શ્રેષ્ઠ નિબંધ કેવી રીતે લખવો અને શું લખવું જેથી નિબંધ અલગ અને મહાન દેખાય, તો અહીં સ્વતંત્રતા દિવસના નિબંધ માટે 5 શ્રેષ્ઠ વિચારો, વિષયો અને મહત્વપૂર્ણ ટિપ્સ જુઓ. ...વધુ વાંચો
- Aug 11, 2025 10:38 IST
Today News Live: ગુજરાતમાં સવારના 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 11 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં 0.43 ઈંચ નોંધાયો છે.
- Aug 11, 2025 10:00 IST
Today News Live: ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા Al Jazeera ના પાંચ પત્રકાર
ઇઝરાયલ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારો પણ માર્યા ગયા હતા. આ વાતની પુષ્ટિ ખુદ અલ જઝીરા દ્વારા કરવામાં આવી છે. ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલ નજીક ઇઝરાયલી હુમલામાં અલ જઝીરાના આ પાંચ પત્રકારો માર્યા ગયા છે.
પ્રસારણકર્તા અનુસાર, માર્યા ગયેલા પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મોહમ્મદ કરીકેહ, તેમજ કેમેરામેન ઇબ્રાહિમ ઝહીર, મોઅમીન અલીવા અને મોહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે ગોઠવાયેલા તંબુમાં રોકાયેલા લોકોમાંના એક હતા. ઇઝરાયલી સેનાએ આ તંબુને નિશાન બનાવ્યો અને હુમલો કર્યો અને પાંચ પત્રકારો માર્યા ગયા.
- Aug 11, 2025 09:34 IST
Weekly Government Bharti 2025: આ સપ્તાહમાં 6 સરકારી નોકરીઓની અરજી પ્રક્રિયા થશે બંધ, કોની કઈ છે છેલ્લી તારીખ?
Government bharti online apply last date : આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઇન્ટેલિજન્સ એજન્સી, ઓઆઈસીએલ આસિસ્ટન્ટ, ભારતીય સેનામાં ભરતીની છેલ્લી તારીખ સમાપ્ત થઈ જશે. ...સંપૂર્ણ માહિતી
- Aug 11, 2025 08:25 IST
Gujarat Rain : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ, 24 કલાકમાં 48 તાલુકામાં મેઘમહેર, વલસાડમાં 4 ઈંચ વરસાદ
Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો 24 કલાકમાં 48 તાલુકામાં મેઘમહેર રહી હતી. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો. ...અહીં વાંચો
- Aug 11, 2025 08:07 IST
Today News Live: 24 કલાકમાં 48 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 10 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 11 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં 4 ઈંચ કરતા વધારે નોંધાયો હતો.
- Aug 11, 2025 08:06 IST
Today News Live: એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455નું રવિવારે રાત્રે ચેન્નાઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરલાઇન્સે આનું કારણ ટેકનિકલ ખામીઓ અને ખરાબ હવામાન ગણાવ્યું છે. કોંગ્રેસ સચિવ અને સાંસદ કેસી વેણુગોપાલ સહિત ઘણા સંસદ સભ્યો આ ફ્લાઇટમાં સવાર હતા. ફ્લાઇટ રાત્રે 11 વાગ્યા પછી તિરુવનંતપુરમથી ઉડાન ભરી હતી અને રાત્રે લગભગ 10.35 વાગ્યે ચેન્નાઈ પહોંચી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us