Today Latest News Update in Gujarati 11 September 2025: નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ફાટી નીકળેલી આગ માત્ર બે દિવસમાં અરાજકતામાં ફેરવાઈ ગઈ. રાજધાની કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં વિરોધીઓએ સંસદ, રાષ્ટ્રપતિ ભવન અને ‘સિંહ દરબાર’ જેવી ઐતિહાસિક ઇમારતોને આગ ચાંપી દીધી. ભૂતપૂર્વ વડા પ્રધાનો અને મંત્રીઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો, બેંકો અને હોટલો લૂંટાઈ ગઈ અને હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. નેપાળમાં જેન ઝી દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં 30 લોકો માર્યા ગયા છે જ્યારે 1,000 થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે.
પરિસ્થિતિ વધુ વણસી ગયા પછી, નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી અને તેમના મંત્રી પરિષદના ઘણા સભ્યોએ રાજીનામું આપ્યું. આ પછી, સેનાએ કમાન સંભાળી લીધી છે અને કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં સૈન્ય જવાનો તૈનાત છે.