Today News Update in Gujarati: અમદાવાદમાં 2036 ઓલિમ્પિક, મકાનો તોડી પાડવાની નોટિસ બાદ વિરોધ, મૌન રેલી

Today Latest News Update in Gujarati 12 June 2025: અમદાવાદમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓના ભાગ રૂપે, રસ્તાને પહોળો કરવા માટે નજીકના મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે

Written by Ankit Patel
Updated : June 12, 2025 23:34 IST
Today News Update in Gujarati: અમદાવાદમાં 2036 ઓલિમ્પિક, મકાનો તોડી પાડવાની નોટિસ બાદ વિરોધ, મૌન રેલી
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી મૌન રેલી - Express photo by Bhupendra Rana

Today Latest News Update in Gujarati 12 June 2025: અમદાવાદમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓના ભાગ રૂપે, રસ્તાને પહોળો કરવા માટે નજીકના મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. આના વિરોધમાં ગુરુવારે વિસ્તારના રહેવાસીઓ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર ઓફિસ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનને UNSC સમિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. જોકે, જૂનમાં ઓપરેશન સિંદૂરના એક મહિના પછી પાકિસ્તાને 2025-26 માટે ચૂંટાયેલા બિન-કાયમી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બે મહત્વપૂર્ણ સહાયક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ પ્રાપ્ત કરી. પાકિસ્તાન હવે 1988 તાલિબાન પ્રતિબંધ સમિતિ (TAC, 2012 માં એક અલગ સમિતિ તરીકે સ્થાપિત) ના અધ્યક્ષ, 1373 આતંકવાદ વિરોધી સમિતિ (CTC) ના ઉપાધ્યક્ષ અને UNSC ના બે અનૌપચારિક કાર્યકારી જૂથોના સહ-અધ્યક્ષ છે.

Live Updates

Plane crash in Ahmedabad : અમદાવાદ વિમાન ક્રેશ, પ્લેનમાં 242 મુસાફરો સવાર હોવાની આશંકા

Ahmedabad Plane Crash Today: અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. ટેકઓફ થયાની બે મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું. …અહીં વાંચો

Today News Live : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન ક્રેશ, ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે

અમદાવાદમાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એર ઈન્ડિયાનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતા ટીમો ઘટના સ્થળે રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ઘટનાના પગલે દોડા દોડી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે પ્લેનમાં 133ની આસપાસ પેસેન્જર હોવાની આશંકા છે.

Today News Live : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન ક્રેશ, ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે

અમદાવાદમાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એર ઈન્ડિયાનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. ફાયર અને પોલીસને મેસેજ મળતા ટીમો ઘટના સ્થળે રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ઘટનાના પગલે દોડા દોડી મચી ગઈ હતી.

Today News Live : અમદાવાદમાં 2036 ઓલિમ્પિક, મકાનો તોડી પાડવા નોટિસ બાદ વિરોધ

અમદાવાદમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓના ભાગ રૂપે, રસ્તાને પહોળો કરવા માટે નજીકના મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. આના વિરોધમાં, ગુરુવારે વિસ્તારના રહેવાસીઓ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર ઓફિસ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Revenue Talati Exam Syllabus 2025: મહેસૂલ તલાટી ભરતી 2025 ની પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025 : આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે. …વધુ માહિતી

Revenue Talati Exam Syllabus 2025: મહેસૂલ તલાટી ભરતી 2025 ની પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025 : આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે. …વધુ માહિતી

કટોકટી | આજના દિવસનો 'વડાપ્રધાન' વિરુદ્ધનો એ ઐતિહાસિક ચૂકાદો જેણે દેશની દિશા બદલી!

Emergency PM Indira Gandhi: 12 જૂન 9175 નો દિવસ દેશ માટે યાદગાર છે. આ દિવસે અલ્હાબાદ હાઇકોર્ટે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કરવાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો જેનાથી દેશમાં કટોકટી જેવી શ્રેણી શરુ થઇ. આ ચૂકાદાનો સાક્ષી એવા કોર્ટરૂમનો નંબર પણ બદલાયો. …બધું જ વાંચો

Women Reservation in Lok Sabha: આગામી લોકસભા ચૂંટણીમાં 33% મહિલા અનામત લાગુ કરી શકે છે મોદી સરકાર

Women Reservation in Lok Sabha Election: સરકાર નારી શક્તિ વંદન કાયદાને લાગુ કરવાનું લક્ષ્ય રાખી રહી છે, જે હેઠળ આગામી ચૂંટણીઓમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. …સંપૂર્ણ વાંચો

Today News Live : પટનામાં કાર ચાલકે ત્રણ પોલીસકર્મીઓને કચડી નાખ્યા, મહિલા કોન્સ્ટેબલનું મોત

બિહારની રાજધાની પટનામાં બુધવારે મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે ત્રણ પોલીસકર્મીઓને કચડી નાખ્યા. આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલ અને બે પોલીસકર્મીઓ ઘાયલ થયા. મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે જ્યારે ઘાયલ પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે. આ ઘટના અટલ પથ પર બની હતી. આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસકે પુરી પોલીસ સ્ટેશનની પોલીસ રાત્રે અટલ પથની સર્વિસ લેન પર ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રસ્તાની બાજુમાં એક વાહન રોકાયું હતું અને તેનું ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારબાદ દિઘા તરફથી ઝડપથી આવી રહેલી એક સ્કોર્પિયો પોલીસકર્મીઓને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસકર્મી કૂદીને ડિવાઇડર પર પડી ગઈ. જ્યારે એસઆઈ દીપક કુમાર અને એએસઆઈ અવધેશ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Today News Live : 'મસ્કે આ કર્યું તે ખૂબ જ સારું છે', યુએસ પ્રમુખ ટ્રમ્પે મોટું મન દાખવ્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું હૃદય બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે એલોન મસ્કે તેમની સાથેના વિવાદ માટે જાહેરમાં માફી માંગીને સારું કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે એલોન મસ્કે બુધવારે ટ્વિટ કર્યું હતું કે તેમને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કરવામાં આવેલી કેટલીક પોસ્ટનો અફસોસ છે.

મસ્કની પોસ્ટ પછી એવું માનવામાં આવતું હતું કે તેઓ ટ્રમ્પ સાથે ચાલી રહેલી લડાઈનો અંત લાવવા માંગે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે નરમ વલણ બતાવ્યું છે. સોમવારે, મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને આ પછી જ અબજોપતિ ઉદ્યોગપતિએ તેમની પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

Today News Live : 'બાળકોને હનીમૂન માટે દૂર ન મોકલો' - મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ

હનીમૂન માટે મેઘાલય ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા બાદ આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ડરામણી ગણાવી છે. તેમણે કહ્યું કે આ કિસ્સો સમાજ માટે એક મોટો પાઠ છે.

મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, “સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીની ઘટના ખૂબ જ પીડાદાયક છે. જ્યારે બે પરિવારોનો સંબંધ હોય છે, ત્યારે દરેક બાબત પર ઊંડું ધ્યાન આપવું જોઈએ. આપણે એ પણ વિચારવું જોઈએ કે બાળકોને આટલા દૂર મોકલવા યોગ્ય છે કે નહીં. આ ઘટનાથી મને ખૂબ દુઃખ થયું છે.”

Ojas Bharti 2025 : ગાંધીનગરમાં ₹ 40,800 પગાર વાળી કાયમી નોકરીની તક, અહીં વાંચો A to Z માહિતી

Ojas GSSSB Recruitment 2025 : ઓજસ ભરતી 2025 અંતર્ગત ફાયર સબ ઓફિસર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા. …વધુ વાંચો

Today's Gujarat Weather: ત્રણ દિવસ બાદ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે શું કહ્યું?

Gujarat Today Weather Forecast Update: કાળઝાળી ગરમીના કારણે લોકો ગ્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કડાકાભડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. …સંપૂર્ણ વાંચો

Today News Live : પાકિસ્તાનને UNSC સમિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. જોકે, જૂનમાં ઓપરેશન સિંદૂરના એક મહિના પછી પાકિસ્તાને 2025-26 માટે ચૂંટાયેલા બિન-કાયમી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બે મહત્વપૂર્ણ સહાયક સંસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ પ્રાપ્ત કરી. પાકિસ્તાન હવે 1988 તાલિબાન પ્રતિબંધ સમિતિ (TAC, 2012 માં એક અલગ સમિતિ તરીકે સ્થાપિત) ના અધ્યક્ષ, 1373 આતંકવાદ વિરોધી સમિતિ (CTC) ના ઉપાધ્યક્ષ અને UNSC ના બે અનૌપચારિક કાર્યકારી જૂથોના સહ-અધ્યક્ષ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ