Today News : LoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

Today Latest News Update in Gujarati 13 August 2025: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ગોળીબારમાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો છે. LoC પર ગોળીબારની આ ઘટના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સ્થિત ચુરુંડા ગામ નજીક બની હતી.

Written by Ankit Patel
Updated : August 13, 2025 23:25 IST
Today News : LoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

Today Latest News Update in Gujarati 13 August 2025: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ગોળીબારમાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો છે. LoC પર ગોળીબારની આ ઘટના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સ્થિત ચુરુંડા ગામ નજીક બની હતી. ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

Live Updates

સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે સગાઈ કરી, જાણો કોણ છે ફિયાન્સી

Arjun Tendulkar-Saaniya Chandhok Engagement : મીડિયા રિપોર્ટ પ્રમાણે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ કરવામાં આવી છે. આ સગાઇમાં બંને પક્ષના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા …સંપૂર્ણ વાંચો

અમેરિકા સાથે ભારતના સંબંધોમાં તણાવ વચ્ચે જયશંકર મોસ્કો જશે, ચીનના વિદેશ મંત્રી વાંગ દિલ્હી આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યી 18 ઓગસ્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો માટે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી ચીનની આ પહેલી ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. …વધુ વાંચો

રાહુલના ‘વોટ ચોરી’ કેમ્પેઇન પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યું - નાગરિકતા મળ્યા પહેલા વોટર લિસ્ટમાં જોડાયું સોનિયા ગાંધીનું નામ

Bihar SIR : ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે તે હારે છે અને દોષનો ટોપલો ચૂંટણી પંચ અને ભાજપ પર ઢોળી દે છે …બધું જ વાંચો

હરભજન સિંહની અપીલ, કહ્યું - એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમે ભારત, લોહી અને પાણી એકસાથે વહીં શકે નહીં

એશિયા કપ 2025 : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે કહ્યું – જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની બાબત છે. દેશ હંમેશા પહેલા આવે છે …બધું જ વાંચો

Gujarat Bharti 2025 : પાટડીમાં પરીક્ષા વગર સારા પગારની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Bharti 2025, Patadi nagarpalika Bharti : ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …વધુ વાંચો

સરકારે OBC વર્ગના ક્રીમી લેયર અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો, તમામ ક્ષેત્રોમાં લાગુ કરી શકાય છે

equivalence obc category: સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, અન્ય મંત્રાલયો અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) વચ્ચે ચર્ચા બાદ આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. …વધુ વાંચો

Today News Live: LoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ગોળીબારમાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો છે. LoC પર ગોળીબારની આ ઘટના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સ્થિત ચુરુંડા ગામ નજીક બની હતી. પોલીસ સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે LoC પર ટૂંકા પરંતુ તીવ્ર ગોળીબારમાં સૈનિક શહીદ થયો હતો. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે ઘૂસણખોરીનો પ્રયાસ હતો કે બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા હુમલો.

સાવધાન! ઓફિસ કોમ્પ્યુટર પર WhatsApp ખોલવું મોંઘુ પડી શકે છે, સરકારી ચેતવણી પછી હડકંપ

government warning for WhatsApp web in gujarati : સરકારી સંસ્થાએ સમજાવ્યું છે કે કાર્યકારી ઉપકરણ પર વ્યક્તિગત ચેટ અને ઓફિસ ફાઇલોને ઍક્સેસ કરવી અનુકૂળ હોવા છતાં, આમ કરવાથી તમારી કંપનીને તમારી સંવેદનશીલ માહિતી મળી શકે છે. …વધુ માહિતી

Explained : એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં, ઓર્ડર બંધ કરવા પડશે, ટ્રમ્પ ટેરિફથી સુરતના હીરા બજારને કેટલી અસર થશે?

US tariff impact on Surat diamond industry : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સુરતના હીરા વેપારીઓને નુકસાન થવા લાગ્યું છે. સુરતની હીરા કંપનીઓએ નાતાલ માટે અમેરિકન ગ્રાહકો પાસેથી ઓર્ડર બંધ કરવા પડ્યા છે. …સંપૂર્ણ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ