Today Latest News Update in Gujarati 13 July 2025: તમિલનાડુમાં તિરુવલ્લૂર રેલવે સ્ટેશન નજીક રવિવારે સવારે 5.30 વાગે ડીઝલ લઇ જઇ રહેલી એક માલગાડીના ચાર કોચમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ચારે બાજુ આગની જ્વાળા અને ધુમાડા ગોટા દેખાવા લાગ્યા હતા. માલ ગાડીમાં આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ કર્મચારી પહોંચી બહુ મહેતને આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દૂર્ઘટનામાં કોઇ જાન હાનિ થઇ નથી.
ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા 15 જુલાઇએ પૃથ્વી પર પરત આવશે
ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા 14 જુલાઇએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી પર આવશે. કેન્દ્રીય વિજ્ઞાન ટેક્નોલોજી અને અંતરિક્ષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર) જીતેન્દ્ર સિંહે ટ્વિટ કર્યું, અપડેટ: #Axiom4 ઈન્ટરનેશનલ સ્પેસસ્ટેશન #ISS મિશન : અત્યાર સુધી, અનડોકિંગ આવતીકાલ, 14 જુલાઇ સાંજે 4.30 વાગે ISI માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે. પૃથ્વી પર પરત આગમન… સ્પ્લેશડાઉન 15 જુલાઇ બપોરે 3.00 વાગે ISI માટે નિર્ધારિત છે. આ સમયમાં લગબઘ 1 કલાક આગળ પાછળ થઇ શકે છે. વધુ માહિતી આગામી સમયમાં આપવામાં આવશે.
કોંગ્રેસ સંસદીય દળની બેઠક 15 જુલાઇએ યોજાશે
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સસંદના ચોમાસું સત્રની રણનીતિ પર ચર્ચા માટે 15 જુલાઇ એ કોંગ્રેસ સંસદીય રણનીતિ સમૂહકની બેઠક બોલાવી છે.





