Today News : ‘ગગન’ જીતીને શુભાંશુ શુક્લા પરત ફર્યા, 18 દિવસ પછી પૃથ્વી પર પગ મૂક્યો

Today Latest News Update in Gujarati 15 July 2025: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન અને સાડા 22 કલાકની મુસાફરી પૂર્ણ કરીને પૃથ્વી પર આવ્યા છે.

Written by Ankit Patel
Updated : July 15, 2025 23:17 IST
Today News : ‘ગગન’ જીતીને શુભાંશુ શુક્લા પરત ફર્યા, 18 દિવસ પછી પૃથ્વી પર પગ મૂક્યો
Shubhanshu Shukla : શુભાંશુ શુક્લા ભારતીય અંતરિક્ષ યાત્રી છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 15 July 2025: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન અને સાડા 22 કલાકની મુસાફરી પૂર્ણ કરીને પૃથ્વી પર આવ્યા છે. આખો દેશ તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. શુભાંશુ શુક્લા ભારતના બીજા અવકાશયાત્રી છે જે અવકાશ મિશન પૂર્ણ કરીને પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન પર ગયા હતા. આ મિશન દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ પ્રયોગો પણ કર્યા હતા.

Live Updates

સાબરડેરી પશુપાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે 1000ના ટોળા સામે FIR, 47 લોકોની ધરપકડ

સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીની બહાર પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત 1,000 લોકો સામે FIR નોંધવામાં આવી છે. …અહીં વાંચો

ભાજપના સાથી પક્ષ ટીડીપીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર, કહ્યું - સ્પષ્ટ કરો કે SIR નાગરિકતા સાથે જોડાયેલ ન હોય

Special Intensive Revision : બિહારમાં ચૂંટણી પહેલા મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ચાલી રહ્યું છે. વિપક્ષ આ અંગે સવાલો ઉઠાવી રહ્યો છે. આ સાથે જ ભાજપના સહયોગી દળ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ચૂંટણી પંચ પાસે આ પ્રક્રિયાના વ્યાપ અંગે સ્પષ્ટતાની માંગ કરી છે …વધુ વાંચો

Gujarat Rain : રાજ્યમાં મેઘરાજાનું જોર ધીમું પડ્યું, ફક્ત 3 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 15 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 3 તાલુકામાં જ 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો …બધું જ વાંચો

મેચ દરમિયાન બોલ શોધતા-શોધતા હાડપિંજર મળ્યું, 10 વર્ષ પહેલા થયેલા મૃત્યુનું રહસ્ય ઉકેલાયું

પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે આ હાડપિંજર 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા અમીર ખાન નામના વ્યક્તિનું લાગે છે. સોમવારે બોલ શોધવા ગયેલા એક વ્યક્તિને ખાલી ઘરમાંથી હાડપિંજર દેખાયુ હતું. …સંપૂર્ણ માહિતી

શૌચાલયમાં બેસીને સુનાવણીમાં જોડાયો હતો વ્યક્તિ, હવે ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો મસમોટો દંડ

એક વ્યક્તિ શૌચાલયમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયો હતો. હાઈકોર્ટે તે વ્યક્તિ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિની ઓળખ સમદ અબ્દુલ રહેમાન શાહ તરીકે થઈ છે. …વધુ માહિતી

શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

Shubhanshu Shukla : શુભાંશુ શુક્લા અને AXIOM-4ના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૃથ્વી પર પરત ફર્યા છે. ISS પર 18 દિવસના રોકાણ બાદ પાછા આવ્યા છે …વધુ માહિતી

Today News Live : શુભાંશુ શુક્લા આઈએસએસ પરથી પૃથ્વી પર પરત ફર્યા

Today News Live : 'ગગન' જીતીને શુભાંશુ શુક્લા પરત ફર્યા, 18 દિવસ પછી પૃથ્વી પર પગ મૂક્યો

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન અને સાડા 22 કલાકની મુસાફરી પૂર્ણ કરીને પૃથ્વી પર આવ્યા છે. આખો દેશ તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે X પોસ્ટ કરીને શુભાંશુને તેમના પાછા ફરવા બદલ અભિનંદન આપ્યા. શુભાંશુ શુક્લા ભારતના બીજા અવકાશયાત્રી છે જે અવકાશ મિશન પૂર્ણ કરીને પાછા ફર્યા છે. તેઓ એક્સિઓમ-4 મિશન પર ગયા હતા. આ મિશન દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ પ્રયોગો પણ કર્યા.

Today News Live : યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી ટળી

યમનમાં ભારતીય મૂળની નિમિષા પ્રિયાનો જીવ હાલ પુરતો બચાવી લેવામાં આવ્યો છે. યમનના અધિકારીઓએ કહ્યું છે કે નિમિષાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે.

Today News Live : શુભાંશુ શુક્લાની પૃથ્વી પર એન્ટ્રી ધમાકેદાર થશે: સ્પેસએક્સ

શુભાંશુ શુક્લાનું ડ્રેગન અવકાશયાન ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ સ્પેસએક્સ અવકાશયાનની ગતિ 28 હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. જોકે, પૃથ્વીની ખૂબ નજીક આવ્યા પછી ઝડપ ઘટશે. સ્પેસએક્સે એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે ડ્રેગન અવકાશયાન મજબૂત સોનિક બૂમ સાથે આવી શકે છે. તે ખૂબ જ ઊંચી ઝડપે વાતાવરણમાં પ્રવેશ કરશે અને તેના કારણે અવકાશયાન ધમાકેદાર રીતે પ્રવેશ કરી શકે છે.

Junagadh Bridge Collapse ગંભીરા પુલ બાદ જુનાગઢના માંગરોળમાં પુલનો સ્લબ તૂટી પડ્યો, મશીન સાથે લોકો નદીમાં ખાબક્યા

જૂનાગઢના માંગરોળમાં પુલનો સ્લેબ ધરાશાયી :જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં હીટાચી મશી સહિત કેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. …બધું જ વાંચો

Today News Live : ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા વચ્ચે 23 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી 4 કલાકમાં રાજ્યના 23 તાલુકામા વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના વાંસદામાં 1.46 ઈંચ નોંધાયો હતો.

Today News Live : ગંભીરા પુલ બાદ જુનાગઢના માંગરોળમાં પુલનો સ્લબ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા

વડોદરા અને આણંદને જોડા ગંભીરા પુલ તૂટી પડ્યાની ઘટના હજી તાજી જ છે ત્યાં વધુ એક પુલ તૂટ્યાની ઘટના બની હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં હીટાચી મશી સહિત કેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આત્રોલી ગામથી કેશોદ તરફ જવાના માર્ગ પર આ પુલ આવેલો છે.

Today News Live : ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા વચ્ચે 16 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 2 કલાકમાં રાજ્યના 16 તાલુકામા વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના વાંસદામાં 1.46 ઈંચ નોંધાયો હતો.

Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, સિદ્ધપુરમાં 2.8 ઈંચ પડ્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

today 15 July 2025 Gujarat rain fall data in gujarati : ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. …સંપૂર્ણ વાંચો

Today News Live : ભુવનેશ્વર એઈમ્સમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીનું મોત

ઓડિશામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીનું ભુવનેશ્વર એઈમ્સમાં મૃત્યુ થયું. પીડિતાએ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તે કોલેજમાં પ્રોફેસર દ્વારા જાતીય સતામણીથી પરેશાન હતી. પરંતુ હવે 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું, ડોકટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેણીનો જીવ બચાવી શક્યા નહીં. ડોકટરોના મતે, પીડિતા 90 ટકા બળી ગઈ હતી, પહેલા તેણીને બાલાસોરની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની સ્થિતિ જોઈને તેણીને એઈમ્સમાં ખસેડવામાં આવી હતી.

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 14 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 15 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ