Today Latest News Update in Gujarati 15 June 2025: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોનો DNA ટેસ્ટ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 31 મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે, જેમાથી 15 ડેથબોડી પરિવારજનોને સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી મૃતરોના મૃતદેહો તેમના ઘર સુધી પોલી એસ્કોર્ટ સાથે પહોંચાડાશે. તમને જણાવી દઇયેક્, 12 જૂન, 2025 ગુરુવારના રોજ બપોરે 1.40 વાગે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ આઈજીપી કમાઉન્ડમાં મેડિકલ હોસ્ટેલ ઉપર ક્રેશ થઇ ગઇ છે. આ વિમાન દૂર્ઘટનામાં 241 પેસેન્જરના કરૂણ મોત થયા છે.
ગુજરાતમાં LRD ભરતી માટે 2.47 લાખ ઉમેરવારો લેખિત પરીક્ષા આપશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે લોકરક્ષક દળ (LRD) ભરતી માટે લેખિત પરીક્ષા યોજાવાની છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત વિવિધ જીલ્લાઓમાં 825 કેન્દ્રો પર 2.47 લાખથી વધુ ઉમેદારો લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા સવારે 9.30 થી 12.30 વચ્ચે યોજવાની છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ રોકવા માટે સીસીટીવી, 8000થી વધુ પોલીસ અધિકારી અને શિક્ષણ વિભાગના 18000થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
કેદારનાથ જતું હેલિકોપ્ટર ક્રેશ, 6 પેસેન્જર હતા
કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેમા 6 પેસેન્જર હતા. આજે દહેરાદૂન થી કેદારનાથ જઇ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે સંપર્ક વિહોણું થઇ ગયું હતું. આ ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.





