Today News : મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

Today Latest News Update in Gujarati 16 July 2025: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એનટીપીસી અને એનએલસી ઇન્ડિયા લિમિટેડ (એનએલસીઆઇએલ)ને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે

Today Latest News Update in Gujarati 16 July 2025: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એનટીપીસી અને એનએલસી ઇન્ડિયા લિમિટેડ (એનએલસીઆઇએલ)ને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Modi | Narendra Modi

PM Narendra Modi: પીએમ નરેન્દ્ર મોદી. (Photo: @narendramodi)

Today Latest News Update in Gujarati 16 July 2025: મોદી કેબિનેટે ગુરુવારે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયોથી દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એનટીપીસી અને એનએલસી ઇન્ડિયા લિમિટેડ (એનએલસીઆઇએલ)ને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એક તરફ કૃષિ જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટેની યોજનાને મંજૂરી મળી છે, તો બીજી તરફ પુનઃપ્રાપ્ય ઊર્જામાં મોટા પાયે રોકાણનો માર્ગ મોકળો થયો છે.નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજનાને વર્ષ 2025-26થી શરૂ કરીને છ વર્ષ માટે મંજૂરી આપી દીધી છે. તેનું લક્ષ્ય 100 કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવાનો છે. આ યોજના નીતિ આયોગના 'મહત્વાકાંક્ષી જિલ્લાઓ' કાર્યક્રમથી પ્રેરિત છે, પરંતુ તે ખાસ કરીને કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો પર કેન્દ્રિત છે.

Advertisment
  • Jul 16, 2025 23:49 IST

    Today News Live : મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

    મોદી કેબિનેટે ગુરુવારે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયોથી દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એનટીપીસી અને એનએલસી ઇન્ડિયા લિમિટેડ (એનએલસીઆઇએલ)ને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એક તરફ કૃષિ જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટેની યોજનાને મંજૂરી મળી છે, તો બીજી તરફ પુનઃપ્રાપ્ય ઊર્જામાં મોટા પાયે રોકાણનો માર્ગ મોકળો થયો છે.નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન-ધન્યા કૃષિ યોજનાને વર્ષ 2025-26થી શરૂ કરીને છ વર્ષ માટે મંજૂરી આપી દીધી છે. તેનું લક્ષ્ય 100 કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવાનો છે. આ યોજના નીતિ આયોગના 'મહત્વાકાંક્ષી જિલ્લાઓ' કાર્યક્રમથી પ્રેરિત છે, પરંતુ તે ખાસ કરીને કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો પર કેન્દ્રિત છે.



  • Jul 16, 2025 20:29 IST

    સુરતમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ, જાણો કેવી રીતે કરે છે કામ

    Surat : સુરતમાં ICCC સેન્ટર દ્વારા 4300 કેમેરાની મદદથી રસ્તાના ખાડા શોધવાની સ્માર્ટ સિસ્ટમ ઉભી કરાઇ
    ...બધું જ વાંચો



  • Advertisment
  • Jul 16, 2025 19:09 IST

    ઓપરેશન સિંદૂર પર સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું - પાકિસ્તાનના ડ્રોન ભારતીય સૈન્યને નુકસાન પહોંચાડી શક્યા નથી

    Operation Sindoor : સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું કે ભારત તે આયાતી વિશિષ્ટ તકનીકો પર નિર્ભર ન રહી શકે જે આપણા આક્રમક અને રક્ષાત્મક કામગીરી માટે મહત્વપૂર્ણ છે. વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ભારતની તૈયારીઓને કમજોર કરે છે ...સંપૂર્ણ વાંચો



  • Jul 16, 2025 18:11 IST

    Kia Carens Clavis EV: કિયાએ ત્રીજી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરી, કિંમત, વેરિએન્ટ, ફિચર્સ સહિત બધી જ માહિતી

    Kia Carens Clavis EV : ઇલેક્ટ્રિક વાહનોના વધતા બજારને ધ્યાનમાં રાખીને કિયા ઇન્ડિયાએ ભારતમાં તેની ત્રીજી ઇલેક્ટ્રિક કાર કેરેન્સ ક્લેવિસ EV લોન્ચ કરી. કંપની કુલ 6 કલર વિકલ્પોમાં કિયા Carens Clavis EV ઓફર કરી રહી છે ...અહીં વાંચો



  • Jul 16, 2025 17:38 IST

    એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : AAIB પ્રાથમિક રિપોર્ટ જાહેર, થોડી વિગતો આપી, ઘણી છુપાવી!

    air india plane crash ahmedabad : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું ત્યારથી તપાસની પ્રગતિ અંગેની સત્તાવાર માહિતી ઓછી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને ત્યાં સુધી કે ન્યૂઝ મીડિયામાં પણ બેતુકી અટકળો ચાલી રહી છે ...વધુ વાંચો



  • Jul 16, 2025 15:03 IST

    ICSI CSEET Result 2025: ICSI CSEET જુલાઈ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર, કેવી રીતે ચેક કરવું?

    ICSI CSEET July 2025 Result Out in Gujarati: ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) એ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) જુલાઈ 2025 પરીક્ષાનું પરિણામ આજે 16 જુલાઈ, બુધવારના રોજ જાહેર કર્યું છે. ...સંપૂર્ણ વાંચો



  • Jul 16, 2025 13:32 IST

    Today News Live : પાકિસ્તાન સાથેની સરહદ પર ભારત વધુ આક્રમક બનશે, સરહદ પર અપાચે ફાઇટર હેલિકોપ્ટર તૈનાત કરાશે

    ભારત પાકિસ્તાન સાથેની ભારતીય સરહદને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મોટા પગલાં લેવા જઈ રહ્યું છે. આનાથી માત્ર સરહદની સુરક્ષા જ નહીં પરંતુ આક્રમક ક્ષમતામાં પણ વધારો થશે. હવે 21 જુલાઈના રોજ, ભારતને અમેરિકા તરફથી ત્રણ અપાચે લડાયક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો મળવા જઈ રહ્યો છે.

    સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટર પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે. આ ત્રણ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના હિંડન એરફોર્સ સ્ટેશન પર ઉતરશે.



  • Jul 16, 2025 11:07 IST

    Today News Live : ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા વચ્ચે 6 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી 4 કલાકમાં રાજ્યના 6 તાલુકામા વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ દાહોદમાં 0.31 ટકા નોંધાયો હતો.



  • Jul 16, 2025 10:52 IST

    નાટો ચીફે બ્રાઝિલ, ચીન અને ભારતને ચેતવણી આપી, શું પુતિનની મુશ્કેલીઓ વધશે? જાણો શું કહ્યું?

    NATO India sanctions : માર્ક રૂટે દિલ્હી, બેઇજિંગ અને બ્રાઝિલના નેતાઓને અપીલ કરી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવા દબાણ કરે. ...સંપૂર્ણ વાંચો



  • Jul 16, 2025 10:01 IST

    Today News Live : ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા વચ્ચે 5 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 16 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી 2 કલાકમાં રાજ્યના 5 તાલુકામા વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ દાહોદમાં 0.28 ટકા નોંધાયો હતો.



  • Jul 16, 2025 10:00 IST

    Today News Live : નાટો ચીફે બ્રાઝિલ, ચીન અને ભારતને ચેતવણી આપી

    નાટો ચીફ માર્ક રુટે (નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે) એ બ્રાઝિલ, ચીન અને ભારતને કડક ચેતવણી આપી છે. રુટે કહ્યું છે કે જો આ દેશો રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે, તો તેમને ગંભીર આર્થિક દંડનો સામનો કરવો પડશે. રુટે યુએસ કોંગ્રેસમાં સેનેટરો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

    માર્ક રુટે દિલ્હી, બેઇજિંગ અને બ્રાઝિલના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર શાંતિ મંત્રણાને ગંભીરતાથી લેવા દબાણ કરે.

    રુટેએ કહ્યું, 'જો તમે ચીનના રાષ્ટ્રપતિ છો, ભારતના વડા પ્રધાન છો કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, અને તમે રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખો છો, તેમનું તેલ અને ગેસ ખરીદો છો, તો તમે જાણો છો; જો મોસ્કોમાં બેઠેલી વ્યક્તિ શાંતિ મંત્રણાને ગંભીરતાથી નહીં લે, તો હું ૧૦૦ ટકા ગૌણ પ્રતિબંધો લાદીશ.'



  • Jul 16, 2025 09:22 IST

    Railway ICF Bharti 2025 : રેલવેમાં ધો.10 પાસ માટે બમ્પર નોકરીઓ, ટ્રેનિંગ પર મળશે દર મહિને આટલા રૂપિયા

    Railway ICF recruitment 2025 in gujarati : રેલવે ICF એપ્રેન્ટિસ ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા 12 જુલાઈથી શરૂ થઈ છે, જે 11 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. આ ભરતી ઝુંબેશમાં સુથાર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, મશીનિસ્ટ, પેઇન્ટર, વેલ્ડર અને મેડિકલ લેબ ટેકનિશિયન (MLT) ની જગ્યાઓ ભરવામાં આવશે. ...અહીં વાંચો



  • Jul 16, 2025 08:35 IST

    Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ, 57 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

    today 16 July 2025 Gujarat rain fall data in gujarati : છેલ્લા 24 કલાકમાં વરસાદ પડવાનો વિસ્તાર લગભગ અડધો થયો છે. અને વરસાદ પડવાની માત્રામાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ...સંપૂર્ણ વાંચો



  • Jul 16, 2025 07:52 IST

    Today News Live: 'સત્યજીત રેના પૈતૃક ઘરને તોડવા મામલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની યુનુસ સરકારને અપીલ કરી

    બાંગ્લાદેશમાં મહાન ફિલ્મ નિર્માતા અને સાહિત્યકાર સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી પાડીને એક નવું અર્ધ-કોંક્રિટ માળખું બનાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે મંગળવારે હસ્તક્ષેપ કર્યો અને આ મિલકતનું સમારકામ અને પુનઃનિર્માણ કરવાની ઓફર કરી જેથી તેને સાહિત્યનું સંગ્રહાલય બનાવી શકાય. બાંગ્લાદેશ ડેઇલી સ્ટારે મંગળવારે અહેવાલ આપ્યો કે રેના દાદા ઉપેન્દ્ર કિશોર રે ચૌધરીના પૈતૃક ઘરને તોડીને એક નવું અર્ધ-કોંક્રિટ માળખું બનાવવામાં આવી રહ્યું છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ