/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/vijay-rupani-dead-body-1.jpg)
સિવિલ હોસ્પિટલ ખાતે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો - Express photo by bhupendra rana
Today Latest News Update in Gujarati 16 June 2025: ગુરુવારની ગોજારી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. અને આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટમાં સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચતત્વોમાં વીલિન થશે. પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દિવંગત વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો, પરિવારજનોમાં આંક્રદ, નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી #AhmedabadPlaneCrash#vijayrupani#gujaratpic.twitter.com/h4I9gHhZZ5
— IEGujarati (@IeGujarati) June 16, 2025
વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો, પરિવારનું હૈયાફાટ રુદન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ ઘરના મોભીના દર્શન થતાં પરિવારના સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા.
- Jun 16, 2025 22:29 IST
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકોટવાસીઓ સ્મશાન યાત્રામાં હિબકે ચઢ્યા હતા અને વિજયભાઈ અમર રહોના નારા લગાવ્યા હતા.
- Jun 16, 2025 19:01 IST
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું
રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે.
watch | Rajkot | Former Gujarat CM Vijay Rupani was given a 21-gun salute. The last rites of the former CM are being performed with full state honours.
Union Home Minister Amit Shah and Gujarat Governor Acharya Devvrat are also present pic.twitter.com/8i0PycBJmI— ANI (@ANI) June 16, 2025
- Jun 16, 2025 17:41 IST
રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર થશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટથી રૈયા રોડ પહોંચી છે. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
watch | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot.
He died in the airindiaplanecrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025
- Jun 16, 2025 16:41 IST
વિજય રૂપાણીની અંતિમયાત્રા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટયા છે અને લોકો વિજયભાઆઈ અમર રહોના નારા લગાવ્યા હતા.
- Jun 16, 2025 15:57 IST
અમિત શાહ હીરાસર એરપોર્ટ પહોંચ્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પહોંચી ગયા છે.
- Jun 16, 2025 14:32 IST
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ અપડેટ્સ:- 1:35 P.M.
DNA મેચની સંખ્યા - 99
સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 94
જાહેર કરાયેલા નશ્વર અવશેષોની સંખ્યા - 64
પ્રક્રિયા હેઠળ: 35
લંબિત નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે.
- Jun 16, 2025 13:18 IST
Today News Live : વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
- Jun 16, 2025 12:23 IST
Today News Live : વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો, પરિવારનું હૈયાફાટ રુદન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ ઘરના મોભીના દર્શન થતાં પરિવારના સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા.
- Jun 16, 2025 12:10 IST
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કૂલ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Ahmedabad Plane Crash Death: અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. ...બધું જ વાંચો
- Jun 16, 2025 11:44 IST
Today News Live : અમદાવાદ પ્લેન ક્રેશઃ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો
મીડિયા બ્રીફિંગમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
- Jun 16, 2025 11:43 IST
Today News Live : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કૂલ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ પરિવારજનો સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 92 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 47 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
- Jun 16, 2025 10:42 IST
Today News Live : વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં કોણ કોણ હાજરી આપશે?
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય પાણી મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પણ રૂપાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વિજય રૂપાણીનો પરિવાર સવારે 11 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે.
- Jun 16, 2025 10:35 IST
Today News Live : રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર રાજ્ય સરકાર તરફથી એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો જેમાં કાગવડ ખોડલધામ મંદિરના મુખ્ય દરવાજા પર પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો.
- Jun 16, 2025 10:28 IST
Today News Live : ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા માટે પાર્કિંગ વ્યવસ્થા
પાર્કિંગ-1:- VVIP માટે, તિરુપતિનગર સ્ટ્રીટ 1 ના ગેટથી પ્રવેશ કરો, ઓમકાર એપાર્ટમેન્ટની સામે, કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ પાછળ.
પાર્કિંગ-2. નિર્મલા સ્કૂલની અંદર.
પાર્કિંગ-3:- સોજિત્રાનગરમાં પાણીની ટાંકી પાછળ ખુલ્લા પ્લોટમાં.
પાર્કિંગ-4:- વીરાબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજ પાછળ પાર્કિંગ.
- Jun 16, 2025 10:21 IST
Today News Live : ગૃહમંત્રી અમિત શાહ બપોરે 3 વાગ્યે રાજકોટ પહોંચશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 3 વાગ્યે વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત, દેશભરના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટ જશે.
- Jun 16, 2025 10:02 IST
Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, યાત્રાનો રૂટ સહિત બધી માહિતી અહીં જાણો
Gujarat Ex CM Vijay Rupani Funeral: આજે 16 જૂન 2025 સાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે અને 6 વગ્યે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે. ...વધુ માહિતી
- Jun 16, 2025 09:33 IST
Today News Live :બ્રિટિશ નિષ્ણાતો અમદાવાદમાં ઘટના સ્થળે પહોંચ્યા
15 જૂને અમદાવાદમાં ઘટના સ્થળે નિરીક્ષણ કરવા પહોંચેલા એક બ્રિટિશ નિષ્ણાતે કહ્યું, "કદાચ આપણે પછી વાત કરી શકીશું... તમે લોકો જે જોઈ શકો છો તે અમે જોયું... તે બિલકુલ એવું જ છે જે તમે અહીંથી જોઈ શકો છો..."
- Jun 16, 2025 09:17 IST
Today News Live : વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચવાનું શરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચવાનું શરૂ કરી દીધું છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે પૂરતા સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે.
- Jun 16, 2025 09:16 IST
Today News Live : અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે
મળતી માહિતી પ્રમાણે વિજય રૂપાણીની અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે. પ્રકાશ સોસાયટી મેઇન રોડથી ભીચરીનાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહનચાલક અંતિમયાત્રાનો રસ્તો ક્રોસ નહી કરી શકે.
- Jun 16, 2025 09:01 IST
Today News Live :અમદાવાદ પ્લેન ક્રેશના 33 મૃતદેહ પરિવારને સોંપાયા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 260થી વધુ લોકોના લોકોના DNA સેમ્પલ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 86 લોકોના DNA મેચ થયા છે. જ્યારે 33 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
- Jun 16, 2025 09:00 IST
Gujarat Monsoon Weather: ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું, અમદાવાદમાં વરસાદી વાતાવરણ, ક્યારે પડશે ધોધમાર વરસાદ?
Gujarat Today Weather Forecast Update: ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકાર ગયા છે. ...વધુ વાંચો
- Jun 16, 2025 08:27 IST
Weekly bharti 2025 : તમે અરજી કરી કે નહીં? આ અઠવાડિયામાં સરકારી નોકરીઓની અરજી પ્રક્રિયા થઈ જશે બંધ
Government bharti online apply last date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને યુપીએસસી સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ સપ્તાહમાં સમાપ્ત થશે. વિવિધ ભરતી અંગેની માહિતી માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...વધુ વાંચો
- Jun 16, 2025 08:24 IST
Today News Live : રાજકોટમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર માટે રાજકોટમાં તૈયારીઓ ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ, હજારો લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. આ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
- Jun 16, 2025 08:18 IST
Today News Live : ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો રૂટ
પ્રકાશ સોસાયટીથી કોટેચા ચોક સુધી
કાલાવડ રોડ અંડરપાસથી એસ્ટ્રોન ચોક સુધી
યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ સુધી
માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક સુધી
સાંગણવા ચોકથી પેલેસ રોડથી રામનાથ પરા સુધી
- Jun 16, 2025 08:01 IST
Today News Live : આજે સાંજે રાજકોટમાં વિજય રૂપાણીની નીકળશે અંતિમ યાત્રા
વિજય રૂપાણીના મૃતદેહને આજે સવારે 11.30 વાગ્યે પરિવારને સોંપાશે અને બે વાગ્યે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે. ત્યારબાદ 5 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે.
- Jun 16, 2025 07:36 IST
Today News Live : સવારે 11.30 વાગ્યે પરિવારને સોંપાશે રૂપાણીનો દેહ
ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.30 વાગ્યે, પરિવાર સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીના નશ્વર અવશેષો પ્રાપ્ત કરશે.
- Jun 16, 2025 07:35 IST
Today News Live : ગુજરાત પૂર્વ CM વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર
ગુરુવારની ગોજારી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. અને આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સાથે જ આજે રાજકોટમાં સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચતત્વોમાં વીલિન થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us