Gujarat Latest News Update Today in Gujarati 17 August 2025: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ભારત પરત આવ્યા છે. તેઓ આજે રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય નેતાઓએ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્તા નાસાના Axiom 4 અવકાશ મિશન માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન માટે 25 જૂને રવાના હતા, ત્યાંથી તેઓ 15 જુલાઇએ પૃથ્વી પર પરત આવ્યા હતા. શુભાંશુ શુક્લા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
બિગ બોસ વિનર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ
ગુરુગ્રામમાં રહેતા યુટ્યુબર અને બિગ બોસ વિનગર એલ્વિશ યાદવના ઘરે આજે વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટના બની છે. માસ્ક પહેરેલા અજ્ઞાત લોકોએ એલ્વિશ સાયવના ઘર પર ગોળીબાર કર્યો છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું, ભૂસ્ખલનથી લોકોમાં દહેશત
જમ્મુ કાશ્મીરના કઠુઆના જોધ ગામમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂસ્ખલનથી 2 થી 3 ઘરો પ્રભાવિત થયા છે અને 6 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે; હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનના કારણે અમુક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.