Today Latest News Update in Gujarati 17 July 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC) ની પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 18 જુલાઇને શુક્રવારને સવારે 9.00 કલાકે જાહેર થશે. રીઝલ્ટ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર દ્વારા સત્તાવાર વેબસાઇટ gseb.org પર લોગીન કરીને રીઝલ્ટ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.





