/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/IPS-transfers.jpg)
ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી (પ્રતિકાત્મક તસવીર)
Today Latest News Update in Gujarati 18 August 2025: સરકાર દ્વારા એકસાથે 105 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં DCP અને SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે. સફીન હસનને મહીસાગર જિલ્લો મળ્યો છે. સફીન હસનને મહીસાગરના SP બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અક્ષયરાજ મકવાણાની ભરૂચમાં SP તરીકે બદલી આપવામાં આવી છે. જ્યારે ડો. હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં DCP તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે.
- Aug 18, 2025 23:21 IST
Today News Live: રાજ્યમાં 105 IPS અધિકારીઓની બદલી, સફીન હસનને મહીસાગરના SP બનાવ્યા
સરકાર દ્વારા એકસાથે 105 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં DCP અને SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે. સફીન હસનને મહીસાગર જિલ્લો મળ્યો છે. સફીન હસનને મહીસાગરના SP બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અક્ષયરાજ મકવાણાની ભરૂચમાં SP તરીકે બદલી આપવામાં આવી છે. જ્યારે ડો. હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં DCP તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે.
- Aug 18, 2025 20:07 IST
Gujarat Rain : રાજ્યમાં મેહુલિયો જામ્યો, વલસાડના ઉમરગામમાં 3.58 ઇંચ વરસાદ
Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 18 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...અહીં વાંચો
- Aug 18, 2025 19:19 IST
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કર્યો ફોન, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થઇ વાતચીત પર જાણકારી આપી
President Putin calls PM Modi: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. પુતિને પીએમ મોદીને અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની જાણકારી આપી ...સંપૂર્ણ માહિતી
- Aug 18, 2025 16:57 IST
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, નાંદેડમાં વાદળ ફાટવાથી 5 ગુમ, મદદ માટે સેના પહોંચી
Mumbai Rain : મુંબઈ પોલીસે નાગરિકોને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને અત્યંત જરૂરી હોય તો જ ઘરેથી બહાર નીકળવાની અપીલ કરી ...વધુ વાંચો
- Aug 18, 2025 16:12 IST
એશિયા કપ 2025 : શુભમન ગિલ-યશસ્વીને આ કારણે ટીમમાં નહીં મળે સ્થાન, જાણો ભારતની સંભવિત ટીમ
India Asia Cup 2025 Squad Announcement : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે ...વધુ માહિતી
- Aug 18, 2025 13:10 IST
Today News Live: છત્તીસઢમાં બીજાપુરમાં IED વિસ્ફોટ, એક જવાન શહીદ
સોમવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના એક જવાન શહીદ થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. મૃતક જવાનની ઓળખ દિનેશ નાગ તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલ થયેલા ત્રણ જવાનોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને ગાઢ જંગલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
- Aug 18, 2025 08:51 IST
Weekly Government Bharti 2025: GSSSB થી UPSC સુધીની સરકારી ભરતીઓ સપ્તાહમાં થશે બંધ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખો
Government bharti online apply last date : આ અઠવાડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, IBPS ક્લાર્કથી BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન, UPSC, દિલ્હી મેટ્રો જેવી ભરતીઓનો સમાવેશ થાય છે. ...વધુ માહિતી
- Aug 18, 2025 08:07 IST
Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 17 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 18, 2025 07:35 IST
Today News Live: ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ ગંભીર
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. સવારથી દિલ્હી અને મેદાની વિસ્તારો વાદળછાયું રહ્યું અને બપોર પછી ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદથી વિનાશ સર્જાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે જાનહાનિ અને વિનાશના અહેવાલો છે. હિમાચલ પ્રદેશના મંડી, કુલ્લુ અને કિન્નૌર જિલ્લામાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આના કારણે માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઘણી જગ્યાએ રાહત કાર્ય મુશ્કેલ બન્યું છે. પહાડી વિસ્તારોમાં પરિસ્થિતિ નાજુક છે અને વહીવટીતંત્ર એલર્ટ પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us