Today News : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્રની EDએ ધરપકડ કરી

Today Latest News Update in Gujarati 18 July 2025: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બની EDએ ધરપકડ કરી છે. આજે સવારે EDની એક ટીમ દરોડા પાડવા માટે ભિલાઈમાં ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી.

Written by Ankit Patel
Updated : July 18, 2025 23:25 IST
Today News : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્રની EDએ ધરપકડ કરી
છત્તિસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ - photo - ANI

Today Latest News Update in Gujarati 18 July 2025: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની EDએ ધરપકડ કરી છે. આજે સવારે EDની એક ટીમ દરોડા પાડવા માટે ભિલાઈમાં ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી. છત્તીસગઢમાં એક્સાઇઝ કેસમાં કથિત મોટા પાયે નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં EDએ આ દરોડો પાડ્યો હતો.

Live Updates

ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઇ AAP, શું સંસદમાં વિપક્ષની એકતાને પડ્યો મોટો ફટકો?

INDIA Alliance : સંસદના ચોમાસુ સત્ર પહેલા આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન સાથે પોતાના તમામ સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું …બધું જ વાંચો

કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?

કલોલના છત્રાલ બ્રિજ નીચે એસિડ એટેકનો એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ઓટો રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ મહિલા હોમગાર્ડને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. …સંપૂર્ણ માહિતી

Gujarat Rain : દાહોદના ફતેપુરામાં 1.42 ઇંચ વરસાદ, જાણો શુક્રવારે ક્યાં-ક્યાં મેઘરાજા થયા મહેરબાન

Gujarat Rain Weather Forecast Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 18 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે …અહીં વાંચો

સુરત શિક્ષિકા આપઘાત: વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આકરા પાણીએ, કહ્યું- દીકરીઓ પર્સમાં ત્રિશુલ રાખો

Surat Patidar daughter suicide case: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે સુરતમાં શિક્ષિકાના આપઘાત કેસ બાદ તમામ દીકરીઓને સ્વરક્ષા માટે છ ઈંચથી નાનું એક ત્રિશુળ પોતાના પર્સમાં રાખવા માટે સલાહ આપી છે. …અહીં વાંચો

મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 500 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

મારુતિ સુઝુકી ઇ વિટારા લોન્ચ તારીખ : મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા SUV ની રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કંપની 3 સપ્ટેમ્બરે ભારતમાં કાર લોન્ચ કરશે …અહીં વાંચો

Today News Live : 'લેન્ડ ફોર જોબ' કેસમાં લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ સામે લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે લાલુ યાદવની અરજી પર સુનાવણી કરી. અરજીમાં, લાલુ પ્રસાદ યાદવે દિલ્હી હાઇકોર્ટના કેસ પર સ્ટે આપવાનો ઇનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટે લાલુની અરજી ફગાવી દીધી હતી જેમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપવાની માંગ કરવામાં આવી હતી. સીબીઆઈ આ કૌભાંડની તપાસ કરી રહી છે.

Today News Live : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્રની EDએ ધરપકડ કરી

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની EDએ ધરપકડ કરી છે. આજે સવારે EDની એક ટીમ દરોડા પાડવા માટે ભિલાઈમાં ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી. છત્તીસગઢમાં એક્સાઇઝ કેસમાં કથિત મોટા પાયે નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં EDએ આ દરોડો પાડ્યો હતો.

UPSC Public Disclosure Scheme: UPSCની આ પહેલથી પરીક્ષામાં નિષ્ફળ રહેતા ઉમેદવારોની બદવાશે જિંદગી!

UPSC પ્રતિભા સેતુ પહેલ : UPSC એ આવા ઉમેદવારો માટે આ યોજના શરૂ કરી છે. જેઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ કરી શકતા નથી. UPSC આવા ઉમેદવારોની માહિતી એક પોર્ટલ પર મૂકે છે. …વધુ વાંચો

GSEB SSC Supplementary Result 2025: ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, 27.61 ટકા ઉમેદવારો પાસ

GSEB SSC પૂરક પરિણામ 2025 જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે શુક્રવારે સવારે એસ.એસ.સી. પરીક્ષા જૂન-જુલાઈ પૂરક 2025નું પરિણામ જાહેર કર્યું છે. …સંપૂર્ણ માહિતી

Today News Live : ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે શુક્રવારે સવારે એસ.એસ.સી. પરીક્ષા જૂન-જુલાઈ પૂરક 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 27.61 ટકા ઉમેદવારો પાસ થયા છે. ફેબ્રુઆરી-માર્ચ-2025ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન-જુલાઈ પૂરક 2025 પરીક્ષા માટે 1,24,058 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા.

America TRF : અમેરિકાએ TRF ને આતંકવાદી સંગઠન કેવી રીતે જાહેર કર્યું? ભારત માટે કેટલી મોટી જીત

America declared TRF a terrorist organization : ભારતે પાકિસ્તાનને આખી દુનિયા સમક્ષ ખુલ્લું પાડ્યું એટલું જ નહીં પણ સાબિત કર્યું કે આતંકવાદીઓના પાડોશી દેશ સાથે સીધા સંબંધો છે. દરમિયાન, અમેરિકાએ TRF ને આતંકવાદી જાહેર કરવાનું પણ મહત્વ ધરાવે છે. …વધુ માહિતી

Today News Live : દિલ્હીમાં એક સાથે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં હડકંપ

દિલ્હીમાં એક સાથે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સતત ચોથા દિવસે દેશની રાજધાનીમાં સ્કૂલોને આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસમાં લાગી ગઈ છે. જ્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા આરામ મોડ પર, 24 કલાકમાં 11 તાલુકામાં માત્ર નામ પુરતો વરસાદ, બાકીના તાલુકા કોરા

today 18 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં પોણો ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના બાકીના તાલુકામાં વરસાદનો નામો નિશાન જોવા મળ્યો નથી. …બધું જ વાંચો

US Visa Bulletin : ભારતીય વર્કર્સને ક્યારે મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ? સરકારે વિઝા બુલેટિનમાં શું કહ્યું?

America August 2025 Visa Bulletin in gujarati : યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઓગસ્ટ 2025 માટે વિઝા બુલેટિન બહાર પાડ્યું છે, જે દરેક શ્રેણી માટે ગ્રીન કાર્ડ રાહ જોવાનો સમય વર્ણવે છે. …સંપૂર્ણ માહિતી

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 17 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 18 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં 0.70 ઈંચ પડ્યો હતો.

Today News Live : હાઈકોર્ટે તબલીગી જમાત વિરુદ્ધ નોંધાયેલી 16 એફઆઈઆર રદ કરી

કોરોના સમયગાળા દરમિયાન, તબલીગી જમાત અંગે ઘણો વિવાદ થયો હતો, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિદેશી નાગરિકો એક જગ્યાએ ભેગા થયા હતા. તેના કારણે, કોરોનાના કેસ ઝડપથી વધ્યા. હવે આવા દાવા પાંચ વર્ષ સુધી થતા રહ્યા, પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન 70 ભારતીયો વિરુદ્ધ નોંધાયેલી ૧૬ એફઆઈઆર ફગાવી દીધી છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે વર્તમાન તથ્યોને ધ્યાનમાં રાખીને, આ કેસોને આગળ લઈ જઈ શકાય નહીં.

Today News Live : અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. TRF એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ આતંકવાદી સંગઠને પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. TRF લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું છે અને છેલ્લા ઘણા વર્ષોમાં કાશ્મીરમાં ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી છે. ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, “સ્ટેટ ડિપાર્ટમેન્ટે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) તરીકે નોંધ્યું છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ