Today News : અમદાવાદ વિમાન દુર્ઘટના, 208 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 173 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Today Latest News Update in Gujarati 18 June 2025: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા

Written by Ankit Patel
Updated : June 18, 2025 23:22 IST
Today News : અમદાવાદ વિમાન દુર્ઘટના, 208 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 173 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયું હતું (Express photo by Sankhadeep Banerjee)

Today Latest News Update in Gujarati 18 June 2025: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આ જણાવ્યું હતું. મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 14 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 6 નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.

પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા

પીએમ મોદી કેનેડાના કનાનાસ્કિસની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા છે. આ પહેલા તેમણે કેનેડામાં જી-7 સંમેલનમાં ભાગ લીધો હતો.

ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી આફત ઊભી થઈ છે. ખાસ કરીને ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 227 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરમાં નોંધાયો છે.

બોટાદના ગઢડામાં 18 લોકોનું રેસ્ક્યૂ, સુખભાદર ડેમના 4 દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રના બોટાદમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં મંગળવારે ગઢડામાં વરસાદના ધસમસતા પાણીમાં ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. તો બોટાદની ભાદર નદી પર સ્થિત સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલવામાં આવ્યાં.

Live Updates

પીએમ મોદી સાથે વાતચીત પછી ટ્રમ્પે ફરી કહ્યું - મેં યુદ્ધ અટકાવ્યું, મોદી શાનદાર વ્યક્તિ

Trump-Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો. ટ્રમ્પે કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવી દીધું છે. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું, મોદી પણ એક શાનદાર વ્યક્તિ છે …બધું જ વાંચો

આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?

Nuclear Weapons : વિશ્વમાં સત્તાવાર રીતે કુલ નવ દેશો પાસે અણુશસ્ત્રો છે અને આ દેશોએ 2024માં અણુ આધુનિકીકરણના કાર્યક્રમો જોરશોરથી અમલમાં મૂક્યા છે …અહીં વાંચો

ભાવનગરમાં મેઘો મુશળધાર; મહુવામાં વરસાદે તારાજી સર્જી, રાજ્યમાં વરસાદી આફતના કારણે 18 લોકોના મોત

Gujarat monsoon flood: ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ગુજરાતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 11 બંધોને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. …સંપૂર્ણ વાંચો

Today News Live : અમદાવાદ વિમાન દુર્ઘટના, 208 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 173 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આ જણાવ્યું હતું. મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 14 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 6 નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.

રાજા રઘુવંશી મર્ડર કેસમાં હવે સંજય વર્માની એન્ટ્રી, સોનમ સાથે 25 દિવસમાં 112 વખત થઇ હતી વાતચીત

Raja Raghuvanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિલોંગ પોલીસને સોનમ રઘુવંશીના મોબાઇલ કોલ રેકોર્ડમાંથી ચોંકાવનારા ઇનપુટ મળ્યા છે …વધુ વાંચો

Today News Live : પીએમ મોદી ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા

પીએમ મોદી કેનેડાના કનાનાસ્કિસની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા.

Kirti Patel: કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર

Kirti Patel Arrested: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. બે કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. …વધુ વાંચો

Gujarat Bharti 2025 : સુરેન્દ્રનગરના પાટડીમાં ₹35,000ની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

patdi nagarpalika Bharti, Gujarat Bharti 2025, પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. …સંપૂર્ણ વાંચો

Today News Live : ગુજરાતમાં 12 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ, વેરાવળમાં 1.61 ઈંચ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 જૂન 2025, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 1.61 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.57 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 1.5 ઈંચ, નવસારીના વાંસદામાં 1.38 ઈંચ, તાપીના વાલોડમાં 1.26 ઈંચ,નિઝરમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live : કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ નોંધાયો?

આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Today News Live : સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો

આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Today News Live : આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 5 તાલુકામાં વરસાદ નોધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 જૂન 2025, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં તાપીના વાલોદમાં 1.26 ઈંચ, નિઝરમાં 1.18, સુરતના ઓલપાડમાં 0.87, માંગરોલમાં 0.55 અને ડાંગના સુબિરમાં 0.55 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગરમાં પરીક્ષા વગર જ ₹ 60,000ની નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી

kayda salakar bharti, Job in Gandhinagar : કાયદા સલાહકાર ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ. …સંપૂર્ણ માહિતી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 18 જૂન 2025 સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 227 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરમાં નોંધાયો છે.

Today News Live : બોટાદ જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી આફત ઊભી થઈ છે. ખાસ કરીને ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ