Today Latest News Update in Gujarati 19 July 2025: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન હાલમાં ‘કિંગ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને આ દરમિયાન તેમને ઈજા થઈ છે. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખતે સ્નાયુઓમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે અમેરિકા ગયા છે, ત્યાં તેમની સારવાર કરવામાં આવશે અને ડોક્ટરોએ તેમને એક મહિના આરામ કરવાની સલાહ આપી છે.
બોલીવુડ હંગામાના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “શાહરૂખની ઈજા વિશે હજુ સુધી સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે તેની ટીમ સાથે સારવાર માટે અમેરિકા ગયો છે. આ બહુ મોટી કે ગંભીર ઈજા નથી, પરંતુ સામાન્ય સ્નાયુમાં ઈજા છે. શાહરૂખને સ્ટંટ કરતી વખતે પહેલા પણ ઘણી વખત સ્નાયુઓમાં ઈજા થઈ છે.”