Today Latest News Live Update in Gujarati 19 June 2025: ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારે રાત્રે વરસાદે જોરદાર બેટિંગ કરી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે. વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા અને આપના ઉમેદવાર જગદીશ ચાવડા વચ્ચે જંગ છે. 23 જૂને મત ગણતરી થશે.
વિસાવદરમાં સરેરાશ 56.00 અને કડીમાં 58.00 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણે કડીમાં સરેરાશ 58.00 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં 56 ટકા મતદાન નોંધાયું હતું.





