Gujarat Latest News Update Today in Gujarati 19 October 2025 : અયોધ્યામાં આજે દિવાળીની ઉજવણી થશે. અયોધ્યાના સરયુ નદીના ઘાટ પર આજે 9મો દિવપોત્સવ યોજાશે, જેમા નવા વર્લ્ડ રેકોર્ડ બનશે. ભગવાન રામની આગમનની ખુશીમાં અયોધ્યામાં સરયૂ નદીના રામની પૈડી સહિત 56 ઘાટ પર એક સાથે 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાભારતી અને મંત્રોચ્ચાર રામનગરીમાં નવી ઉર્જાનો સંચાર કરશે. આ પ્રસંગ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.