Today News : પીએમ મોદીને પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ વિક્રમ 32-બીટ ભેટ અપાઈ

Today Latest News Update in Gujarati 2 September 2025: મંગળવારે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પહેલી ચિપ રજૂ કરી. વૈષ્ણવે પીએમ મોદીને ચાર મંજૂર પ્રોજેક્ટ્સના "વિક્રમ" 32-બીટ પ્રોસેસર અને ટેસ્ટ ચિપ્સ સોંપી

Written by Ankit Patel
Updated : September 02, 2025 23:32 IST
Today News : પીએમ મોદીને પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ વિક્રમ 32-બીટ ભેટ અપાઈ
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં "સેમિકોન ઇન્ડિયા 2025"નું ઉદ્ઘાટન કર્યું - photo- X ANI

Today Latest News Update in Gujarati 2 September 2025: મંગળવારે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પહેલી ચિપ રજૂ કરી. વૈષ્ણવે પીએમ મોદીને ચાર મંજૂર પ્રોજેક્ટ્સના “વિક્રમ” 32-બીટ પ્રોસેસર અને ટેસ્ટ ચિપ્સ સોંપી. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં “સેમિકોન ઇન્ડિયા 2025″નું ઉદ્ઘાટન કર્યું, જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા.

વૈષ્ણવે કહ્યું- થોડા વર્ષો પહેલા અમે અમારા પ્રધાનમંત્રીના દૂરંદેશી દ્રષ્ટિકોણથી એક નવી શરૂઆત કરી હતી. અમે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ શરૂ કર્યું… માત્ર 3.5 વર્ષમાં, આખું વિશ્વ ભારત તરફ વિશ્વાસથી જોઈ રહ્યું છે. આજે પાંચ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે… આજે અમે પીએમ મોદીને પહેલી ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ચિપ સોંપી છે.

તેમણે વધુમાં કહ્યું- આપણે અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ. વૈશ્વિક નીતિ અસ્થિરતાએ મોટી અનિશ્ચિતતા ઊભી કરી છે. આ અશાંત સમયમાં, ભારત સ્થિરતા અને વિકાસના દીવાદાંડી તરીકે ઊભું છે. આ સંજોગોમાં, તમારે ભારત આવવું જોઈએ કારણ કે તેની નીતિઓ સ્થિર છે.

Live Updates

અમેરિકા સાથે ક્યારે અને કેવી રીતે થશે ટ્રેડ ડીલ? પીયુષ ગોયલે ટ્રમ્પની ડેડલાઇન વાળી વાત પર શું આપ્યો જવાબ

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને અસમંજસની સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર 25 ટકા વધારાના ટેરિફ લગાવ્યા છે …બધું જ વાંચો

બે દિવસ પછી ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, રાજ્યના આ જિલ્લાઓમાં લોકોએ સાવચેત રહેવું

Gujarat Weather Update: ગુજરાતના માથે બનેલી નવી હવામાન સિસ્ટમ બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન તે વધુ તીવ્ર બનવાની સંભાવના છે. …અહીં વાંચો

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસ્યો નથી

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે …અહીં વાંચો

મરાઠા અનામત આપવા રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર, 'કુણબી' જાતિનો દરજ્જો મળશે

Maratha Quota Protest : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ચાલી રહેલી માંગમાં, ખાસ કરીને કુણબી સમુદાયને મરાઠા જાતિનો દરજ્જો આપવાના સંદર્ભમાં હૈદરાબાદ ગેઝેટ મુખ્ય ભૂમિકા ભજવે છે …વધુ માહિતી

શિક્ષકોની નોકરીઓ ખતરામાં, બે વર્ષમાં આ પરીક્ષા કરવી પડશે પાસ નહીં તો જશે નોકરી

Maharashtra TET judgment in gujarati : સુપ્રીમ કોર્ટે શિક્ષક પાત્રતા કસોટી (TET) અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ નિર્ણય ખાસ કરીને એવા સેવારત શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી શિક્ષણ વ્યવસાયમાં છે પરંતુ TET પાસ કર્યું નથી. …અહીં વાંચો

Realme 15T સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, 7000mAh બેટરી અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ

Realme 15T launched: રિયલમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realme 15T કંપનીનો નવો ફોન છે અને તેને 7000mAhની બેટરી, 50MP ફ્રન્ટ કેમેરા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે …વધુ વાંચો

પીએમ મોદી થયા ભાવુક, કહ્યું - આ ગાળો ફક્ત મારી માતાનું નહીં પરંતુ દરેક માતાનું અપમાન છે

PM Modi : પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ગાળો માત્ર મારી માતાનું અપમાન નથી. આ દેશની માતા, બહેન અને પુત્રીનું અપમાન છે. મને ખબર છે કે તમને બધાને આ જોઇને અને સાંભળીને કેટલું ખરાબ લાગ્યું છે …વધુ માહિતી

Gujarat Bharti 2025 : જામનગરમાં બે લાખ રૂપિયા સુધી પગાર વાળી નોકરી મેળવવાની તક, જાણો કોણ કરી શકશે અરજી?

ojas Gujarat bhari 2025, jMC recruitment 2025 : જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો. …સંપૂર્ણ માહિતી

Today News Live: પીએમ મોદીને પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ વિક્રમ 32-બીટ ભેટ અપાઈ

મંગળવારે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પહેલી ચિપ રજૂ કરી. વૈષ્ણવે પીએમ મોદીને ચાર મંજૂર પ્રોજેક્ટ્સના “વિક્રમ” 32-બીટ પ્રોસેસર અને ટેસ્ટ ચિપ્સ સોંપી. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં “સેમિકોન ઇન્ડિયા 2025″નું ઉદ્ઘાટન કર્યું, જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા.

US Visa New rule : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને સૌથી વધુ અસર કરતો નવો નિયમ લાગુ, જાણો કયા ફેરફારો થયા?

US New visa rule news in gujarati : આજથી અમેરિકામાં નવા વિઝા ઇન્ટરવ્યૂ નિયમો અમલમાં આવ્યા છે, જેની સૌથી વધુ અસર ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓ પર પડશે. …વધુ વાંચો

Gujarat Rain : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું! 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો. …સંપૂર્ણ માહિતી

Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 1 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 2 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે, અને અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે.

Today News Live: અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે 800 થી વધુ લોકોના મોત અને 2500 ઘાયલ

અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 800 થયો છે જ્યારે લગભગ 2500 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રવિવાર-સોમવાર મધ્યરાત્રિએ પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ