Today Latest News Update in Gujarati 20 August 2025: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 130માં બંધારણીય સુધારા બિલને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે 130મો બંધારણીય સુધારો બિલ ‘સુપર-ઇમરજન્સી’થી આગળનું એક પગલું છે, જે ભારતમાં લોકશાહી યુગને કાયમ માટે સમાપ્ત કરી દેશે. તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકારના આ બિલનો હેતુ ન્યાયતંત્રની સ્વતંત્રતાને ખતમ કરવાનો છે અને તેના દ્વારા વર્તમાન કેન્દ્ર સરકાર ‘એક વ્યક્તિ-એક પક્ષ-એક સરકાર’ પ્રણાલીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.





