/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/PM-modi-speech-in-gandhinagar.jpg)
પીએમ મોદી - photo- X @BJP4gujarat
Today Latest News Update in Gujarati 20 July 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યાથી બર્મિંગહામના એજબેસ્ટોન ખાતે રમાવાની હતી. ભારત પાકિસ્તાન મેચનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં શિખર ધવન, હરભજન સહિત ઘણા ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ મામલે WCL 2025 એ ભારત પાકિસ્તાન મેચ રદ કરવા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જાણકારી આપી છે.
જમ્મુ શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન
જમ્મુ કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર સમરોલીમાં દેવલ બ્રિજ પાસે ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનના કારણે કાશ્મીર તરફ જતા માર્ગમાં અવરોધ ઉભો થયો છે.
ગંગા યમુના નદીની જળ સપાટી વધતા પ્રયાગરાજમાં પુર
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી પ્રયાગરાજમાં ગંગા યમુના નદીની જળ સપાટી સતત વધી રહી છે. નદીની જળ સપાટી વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. આી જ સ્થિતિ બિહારમાં પણ સર્જાઇ છે. બિહારમાં પણ ગંગા નદીની જળ સપાટી ભયજનક સપાટીની ઉપર પહોંચી ગઇ છે. વીડિયોમાં બિહારના ગંગા નદીના ગાંધી ઘાટ અને કૃષ્ણા ઘાટનું દ્રશ્ય જોવા મળે છે.
- Jul 20, 2025 22:35 IST
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આકાશદીપ અને અર્શદીપ પછી આ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત; ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર
IND vs ENG 4th Test: ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ખેલાડીઓની ઇજાઓથી ભારતીય ટીમ પરેશાન છે. આકાશદીપ અને અર્શદીપ સિંહની ઇજાઓ પછી એવા સમાચાર છે કે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘાયલ થયો છે. ...અહીં વાંચો
- Jul 20, 2025 22:35 IST
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આકાશદીપ અને અર્શદીપ પછી આ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત; ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર
IND vs ENG 4th Test: ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ખેલાડીઓની ઇજાઓથી ભારતીય ટીમ પરેશાન છે. આકાશદીપ અને અર્શદીપ સિંહની ઇજાઓ પછી એવા સમાચાર છે કે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘાયલ થયો છે. ...અહીં વાંચો
- Jul 20, 2025 13:46 IST
PM મોદી બ્રિટન અને માલદીવની 4 દિવસની વિદેશ યાત્રા પર જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન અને માલદીવની 2-2 દિવસની વિદેશ યાત્રા પર જશે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરના આમંત્રણ પર પીએમ મોદી 23 - 24 જુલાઇ 2025 સુધી યુનાઇટેડ કિંગડમની સત્તાવાર યાત્રા પર જશે. પીએમ મોદીની આ 4 ચોથી બ્રિટન યાત્રા હશે. તો વિદેશ યાત્રાના બીજા તબક્કામાં વડાપ્રધાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુના આમંત્રણ પર 25- 26 જુલાઇ, 2025ના રોજ માલદીવની રાજકીય યાત્રા પર જશે. પીએમ મોદીની આ ત્રીજા માલદીવ યાત્રા હશે.
ब्रिटेन के प्रधानमंत्री कीर स्टारमर के निमंत्रण पर प्रधानमंत्री नरेंद्र मोदी 23-24 जुलाई 2025 तक यूनाइटेड किंगडम की आधिकारिक यात्रा पर रहेंगे। यह प्रधानमंत्री मोदी की ब्रिटेन की चौथी यात्रा होगी।
अपनी यात्रा के दूसरे चरण में, प्रधानमंत्री मालदीव के राष्ट्रपति मोहम्मद मुइज़्ज़ू… pic.twitter.com/Bcat5pweVb— ANI_HindiNews (@AHindinews) July 20, 2025
- Jul 20, 2025 10:32 IST
બગોદરામાં એક જ પરિવારના 5 લોકોનો આપઘાત, ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો
બગોદરામાં એક જ પરિવારના 5 લોકોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ બગોદરા બસ સ્ટેશન નજીક આવેલા ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો છે. મૃતકોમાં પતિ (34 વર્ષ), પત્ની (26 વર્ષ), બે દીકરી (11 અને 8 વર્ષ) અને 1 દિકરા (5 વર્ષ)નો સમાવેશ થાય છે. મૃતક પરિવારના મોભી પિતા રક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતા હતા. મૃતક પરિવાર મૂળ ધોળકાના વતની છે અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે કેસ નોંધી મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હવે પોલીસ આત્મહત્યા કરવા પાછળના કારણોની તપાસ કરી રહી છે.
- Jul 20, 2025 10:24 IST
ગંગા યમુના નદીની જળ સપાટી વધતા પ્રયાગરાજમાં પુર
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી પ્રયાગરાજમાં ગંગા યમુના નદીની જળ સપાટી સતત વધી રહી છે. નદીની જળ સપાટી વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. આી જ સ્થિતિ બિહારમાં પણ સર્જાઇ છે.
watch उत्तर प्रदेश: भारी बारिश के कारण प्रयागराज में गंगा और यमुना नदी का जलस्तर लगातार बढ़ रहा है। जलस्तर बढ़ने से निचले इलाकों में पानी घुसा। pic.twitter.com/JFGKSWSgNC
— ANI_HindiNews (@AHindinews) July 20, 2025
બિહારમાં પણ ગંગા નદીની જળ સપાટી ભયજનક સપાટીની ઉપર પહોંચી ગઇ છે. વીડિયોમાં બિહારના ગંગા નદીના ગાંધી ઘાટ અને કૃષ્ણા ઘાટનું દ્રશ્ય જોવા મળે છે.
watch पटना, बिहार: गंगा नदी का जलस्तर चेतावनी स्तर पर पहुंचा। निचले इलाकों में पानी घुसा। वीडियो गांधी घाट और कृष्णा घाट से है। pic.twitter.com/gEuOPKSus8
— ANI_HindiNews (@AHindinews) July 20, 2025
- Jul 20, 2025 09:34 IST
જમ્મુ શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન
જમ્મુ કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર સમરોલીમાં દેવલ બ્રિજ પાસે ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનના કારણે કાશ્મીર તરફ જતા માર્ગમાં અવરોધ ઉભો થયો છે.
watch जम्मू-कश्मीर: जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर समरोली में देवल ब्रिज के पास भूस्खलन हुआ, जिसके परिणामस्वरूप कश्मीर की ओर जाने वाला ऊपरी मार्ग अवरुद्ध हो गया। pic.twitter.com/uwIuumHcmy
— ANI_HindiNews (@AHindinews) July 20, 2025
- Jul 20, 2025 08:20 IST
ભારત પાકિસ્તાન WCL 2025 મેચ રદ, ભારતીય ક્રિકેટરોએ મેચનો બહિષ્કાર કર્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યાથી બર્મિંગહામના એજબેસ્ટોન ખાતે રમાવાની હતી. ભારત પાકિસ્તાન મેચનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં શિખર ધવન, હરભજન સહિત ઘણા ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ મામલે WCL 2025 એ ભારત પાકિસ્તાન મેચ રદ કરવા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જાણકારી આપી છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us