Today Latest News Update in Gujarati 20 September 2025: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર તેમને 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં અર્પણ કરવામાં આવશે. મોહનલાલને તેમની નોંધપાત્ર ફિલ્મ સફર અને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી હતી. આ પુરસ્કાર ભારતીય સિનેમામાં સર્વોચ્ચ સન્માન છે, જે તે દિગ્ગજોને આપવામાં આવે છે જેમણે તેમના કાર્ય દ્વારા ઇન્ડસ્ટ્રીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી હોય. હવે મોહનલાલ તેના હકદાર છે.