Gujarat Latest News Update Today in Gujarati 21 September 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતામાં કહ્યું કે, મારો તમામ રાજ્ય સરકારોને આગ્રહ છે કે, આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના આ અભિયાન સાથે પોતાના રાજ્યોમાં ઉત્પાદન સાથે જોડાવો અને રોકાણ માટે માહોલ તૈયાર કરો. ભારતનું દરેક રાજ્ય વિકસિત થવાથી ભારત વિકસિત થશે. દેશની સ્વતંત્રતાને જેવી રીતે સ્વદેશી મંત્રથી તાકાત મળી તેવી જ રીતે દેશની સમૃદ્ધિને પણ સ્વદેશી મંત્રથી જ તાકાત મળશે. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતિક બનાવવું પડશે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે, હું સ્વદેશી ખરીદુ છું, હું સ્વદેશી સામાન વેચું છું, તે દરેક ભારતીયનું સ્વમાન બનવું જોઇએ, આમ થવાથી જ ભારત વિકસિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધિત કરવાના છે. તે હજી સ્પષ્ટ નથી કે આ કયા મુદ્દા પર દેશને સંબોધિત કરવાના છે. પરંતુ તે પહેલા જ્યારે પણ પીએમ મોદીએ દેશને આ રીતે સંબોધન કર્યું છે, ત્યારે મોટી જાહેરાતો કરવામાં આવી છે, તેની વ્યાપક અસર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર પહેલાથી જ ગરમ થઈ ગયું છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે પીએમ મોદી માત્ર જીએસટી વિશે જ માહિતી આપી શકે છે. હકીકતમાં જીએસટીના નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. દિવાળી પહેલા સામાન્ય લોકોને મોટી ભેટ મળવાની છે, ઘણી વસ્તુઓ સસ્તી થશે. આવી સ્થિતિમાં લોકોનું માનવું છે કે પીએમ મોદી આ નિર્ણય વિશે વિગતવાર માહિતી આપી શકે છે.