Today Latest News Update in Gujarati 22 July 2025: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે મોડી સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, આજે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારીને મંજૂર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જગદીપ ધનખરે 21 જુલાઇ, 2025 સોમવારે સાંજે સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે.