/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Opposition-MPs.jpg)
વિપક્ષના સાંસદોનું વિરોધ પ્રદર્શન - photo- X ANI
Today Latest News Update in Gujarati 23 July 2025: આજના મહત્વના સમાચારોની વાત કરીએ તો આજે સંસદમાં ચોમાસું સત્રનો ત્રીજો દિવસ છે.સંસદમાં ચોમાસું સત્રનો આજે ત્રીજો દિવસ શરૂ થાય એ પહેલા વિપક્ષે બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દા પર જોરદાર પ્રદર્શન કર્યું છે. વિપક્ષના સાંસદોએ કાળા કપડા પહેરીને પ્રદર્શન કર્યું હતું.
દિલ્હીએરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ બાદ આગ
હોંગકોંગથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 માં દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પછી આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન, આ વિમાન એરપોર્ટના ગેટ પર ઉભું હતું અને મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા. ઘટના પછી, મુસાફરોમાં અરાજકતા ફેલાઈ ગઈ. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 23 જુલાઈ, 2025 ના રોજ, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 માં ઉતરાણ અને ગેટ પર પાર્કિંગ પછી તરત જ સહાયક પાવર યુનિટ (APU) માં આગ લાગી હતી.
- Jul 23, 2025 23:28 IST
યશસ્વી જયસ્વાલની કમાલ, 51 વર્ષ પછી માન્ચેસ્ટરમાં ભારતીય ઓપનરે મેળવી આવી સિદ્ધિ
yashasvi jaiswal : ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 107 બોલમાં એક સિક્સર અને 10 ફોરની મદદથી 58 રન બનાવ્યા ...વધુ વાંચો
- Jul 23, 2025 20:36 IST
Gujarat Rain : રાજ્યમાં વરસાદી માહોલ, ધરમપુરમાં 2.09 ઇંચ વરસાદ
Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 23 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...સંપૂર્ણ માહિતી
- Jul 23, 2025 18:22 IST
ગુજરાત ATS એ આતંકી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 4 આતંકવાદીઓની ધરપકડ
Gujarati ATS Arrests 4 Terrorists: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક મોટા ઓપરેશનમાં અલ-કાયદાના મોડ્યુલ AQIS (Al-Qaeda in Indian subcontinent)નો પર્દાફાશ કર્યો છે. ...વધુ વાંચો
- Jul 23, 2025 17:07 IST
ઇન્ડિગોની અમદાવાદ-દીવ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, ફ્લાઇટ રદ
અમદાવાદથી દીવ જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E7966 માં ટેકઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળી હતી. જે બાદ ફ્લાઈટને કેન્સલ કરી દેવામાં આવી હતી. ...બધું જ વાંચો
- Jul 23, 2025 14:44 IST
Today News Live : 'પોતાને દેશભક્ત કહેનારા ભાગી ગયા છે', રાહુલ ગાંધીએ કહ્યું
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર અને પછી થયેલા યુદ્ધવિરામ અંગે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સંસદ પરિસરની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યો, આખી દુનિયા જાણે છે. આ સત્ય છે, સત્ય છુપાવી શકાતું નથી.
- Jul 23, 2025 14:24 IST
ઓજસ નવી ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારોને ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તક, ₹49,600 પગાર
ઓજસ GSSSB ભરતી 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો. ...બધું જ વાંચો
- Jul 23, 2025 13:29 IST
Today News Live : ગુજરાતમાં બપોરે 12 વાગ્યા વચ્ચે 47 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 1.26 ઈંચ નોંધાયો હતો.
- Jul 23, 2025 12:05 IST
Today News Live : બિહારમાં વોટર લિસ્ટ રિવીઝન મુદ્દે વિપક્ષે કર્યું જોરદાર પ્રદર્શન
સંસદમાં ચોમાસું સત્રનો આજે ત્રીજો દિવસ શરૂ થાય એ પહેલા વિપક્ષે બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દા પર જોરદાર પ્રદર્શન કર્યું છે. વિપક્ષના સાંસદોએ કાળા કપડા પહેરીને પ્રદર્શન કર્યું હતું.
- Jul 23, 2025 11:00 IST
જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળની વાંચો Inside story, મોદી સરકાર નારાજ હતી?
Vice-President Jagdeep Dhankhar Controversy in gujarati : સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે બધી કાર્યવાહી પણ સામાન્ય રીતે ચાલી રહી હતી, પરંતુ સાંજે અચાનક એવું શું થયું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આટલો મોટો નિર્ણય લીધો? ...બધું જ વાંચો
- Jul 23, 2025 08:28 IST
Today News Live : ગુજરાતમાં સવારે 6થી 8 વાગ્યા વચ્ચે 26 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 26તાલુકામા વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરમાં 0.63 ઈંચ નોંધાયો હતો.
- Jul 23, 2025 08:22 IST
Gujarat Rain : નવસારીના જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો, ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
today 23 July 2025 Gujarat rain fall data in gujarati : છેલ્લા 24 કલાકમાં મેઘાએ નવસારીના જલાલપોરમાં ધબધબાટી બોલાવી હતી. અહીં 5.24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ...બધું જ વાંચો
- Jul 23, 2025 08:00 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 23 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં 5.24 ઈંચ ખાબક્યો હતો.
- Jul 23, 2025 07:58 IST
Today News Live : દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ બાદ આગ
હોંગકોંગથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 માં દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પછી આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન, આ વિમાન એરપોર્ટના ગેટ પર ઉભું હતું અને મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા. ઘટના પછી, મુસાફરોમાં અરાજકતા ફેલાઈ ગઈ. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 23 જુલાઈ, 2025 ના રોજ, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 માં ઉતરાણ અને ગેટ પર પાર્કિંગ પછી તરત જ સહાયક પાવર યુનિટ (APU) માં આગ લાગી હતી.
- Jul 23, 2025 07:57 IST
Today News Live : સંસદમાં ચોમાસું સત્રનો ત્રીજો દિવસ
આજે સંસદમાં ચોમાસું સત્રનો ત્રીજો દિવસ છે. આજના દિવસે સંસદના ચોમાસું સત્રમાં ઉપરાષ્ટ્રપતિના રાજીનામા અને ડોનાલ્ડ ટ્રમ્પ, ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાઓ ઉપર વિપક્ષ સરકારને ઘેરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us