Gujarat Latest News Update in Gujarati 23 June 2025: ઈરાને કતર અને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. વિસ્ફોટનો અવાજ કતારની રાજધાની દોહામાં સંભળાયો હતો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં રક્ષામંત્રી પણ હાજર રહ્યા હતા. ઈરાનની સેનાએ કતરમાં 6 મિસાઈલ છોડી છે. ઈરાનના સરકારી ટીવીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈરાનની સેનાએ અમેરિકાના હુમલાના જવાબમાં કરી છે. ઈરાનની મિસાઈલોને રોકવા માટે કતરની રાજધાની દોહામાં એક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ઈરાક અને કતર ઉપરાંત કુવૈત અને બહેરીનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઇરાને કહ્યું કે અમે અમેરિકન બેઝ પર જેટલી મિસાઇલો છોડી હતી તેટલી જ મિસાઇલો અમે અમેરિકન બેઝ પર છોડી છે.
શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં સોમવારે વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. બન્નેમાં કોંગ્રેસનો પરાજય થયો છે. આ પરાજય પછી શક્તિસિંહ ગોહીલે પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.





