Today Latest News Update in Gujarati 25 August 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીએ અમદાવાદમાં 5477 કરોડ રુપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ હરીદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો પીએમની એક ઝલક જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.