Today Latest News Update in Gujarati 25 September 2025: લદ્દાખમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સીબીઆઈએ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. ફોરેન કોન્ટિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)ના કથિત ઉલ્લંઘનના કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ લગભગ બે મહિના પહેલા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તે હજી પણ ચાલુ છે. લદ્દાખમાં હિંસા દરમિયાન ચાર લોકોના મોત થયા હતા, ત્યારબાદ પોલીસે હિંસા કેસમાં કોંગ્રેસ કાઉન્સિલર સહિત 50 લોકોની અટકાયત કરી છે.
વાંગચુકે જણાવ્યું હતું કે સીબીઆઈની એક ટીમ લગભગ 10 દિવસ પહેલા એક આદેશ લઈને આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (એચઆઇએએલ) માં એફસીઆરએના કથિત ઉલ્લંઘન અંગે ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કાર્યવાહી કરી રહ્યા છે.





