/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Tej-Pratap-Yadav.jpg)
તેજ પ્રતાપ યાદવ
Today Latest News Update in Gujarati 26 July 2025: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તેઓ મહુઆ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહેલા તેજ પ્રતાપે કહ્યું કે અમે 'ટીમ તેજ પ્રતાપ યાદવ' ની રચના કરી છે. આ કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ એક ખુલ્લું પ્લેટફોર્મ છે, જ્યાં દરેકને જોડાવાનો અને કામ કરવાનો મોકો મળશે.
- Jul 26, 2025 23:27 IST
ચીન સામે ભારતની ફૂટનીતિક જીત? મોદી-મુઇજ્જુની ટ્યૂનિંગથી ડ્રેગનના સપના પર ફરી વળ્યું પાણી
India-Maldives Relation: ઘણી ટીકા અને ભારત વિરોધી વલણના લાંબા સમય બાદ પીએમ મોદીની માલવીદવી મુલાકાતમહત્વની રહી હતી. મુઈજ્જુ હવે પીએમ મોદી અને ભારતને ભરોસાપાત્ર મિત્ર ગણાવી રહ્યા છે ...અહીં વાંચો
- Jul 26, 2025 21:10 IST
Today News Live : તેજ પ્રતાપ યાદવની જાહેરાત, મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તેઓ મહુઆ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહેલા તેજ પ્રતાપે કહ્યું કે અમે 'ટીમ તેજ પ્રતાપ યાદવ' ની રચના કરી છે. આ કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ એક ખુલ્લું પ્લેટફોર્મ છે, જ્યાં દરેકને જોડાવાનો અને કામ કરવાનો મોકો મળશે.
- Jul 26, 2025 19:48 IST
એશિયા કપ 2025 આ તારીખથી શરુ થશે, ભારતની યજમાનીમાં અહીં યોજાશે ટૂર્નામેન્ટ
Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ મોહસીન નકવીએ કાર્યક્રમની જાહેરાત કરી. વિગતવાર શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ...સંપૂર્ણ માહિતી
- Jul 26, 2025 17:54 IST
નવા હીરો ગ્લેમરમાં મળશે ક્રુઝ કંટ્રોલનું ફીચર, જાણો આ બજેટ કમ્યૂટર બાઇકની બધી ડિટેલ
Upcoming Hero Glamour 2025: હીરો ગ્લેમરને ક્રુઝ કંટ્રોલ મળવાના સમાચારથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે તે પહેલી હીરો બાઇક છે, જેમાં ક્રુઝ કંટ્રોલછે, અને તે પણ કમ્યુટર મોટરસાઇકલ સાથે ...અહીં વાંચો
- Jul 26, 2025 13:26 IST
Ojas new Bharti 2025 : ગુજરાતમાં મદદનીશ શિક્ષક બનવાની તક, અહીં વાંચો બધી જ માહિતી
ઓજસ GSSSB ભરતી 2025 : ઓજસ નવી ભરતી અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો. ...બધું જ વાંચો
- Jul 26, 2025 11:32 IST
Uttarakhand News: રુદ્રપ્રયાગની કેદાર ખીણમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ, અનેક ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાયા
landslide in uttrakhand : હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ચેતવણી પણ જારી કરી છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ જોવા મળ્યો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ...વધુ માહિતી
- Jul 26, 2025 10:46 IST
Today News Live: મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, તંત્ર એક્શનમાં
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂપમમાં શુક્રવારે ત્રણ અલગ અલગ નંબરોથી બોમ્બ બ્લાસ્ટથી ધમકી મળી છે. કોલરે કહ્યું હતું કે ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ રાખ્યો છે. જે થોડા સમયમાં બ્લાસ્ટ થશે. માહિતી મળતા જ બોમ્બ સ્કોડ અને પોલીસની ટીમો એરપોર્ટ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી દીધી તી. જોકે, કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.
- Jul 26, 2025 10:23 IST
મને ખૂબ જ ટોર્ચર કરાઈ.., MBBS વિદ્યાર્થીનિએ હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી, કોલેજના કાળા કામોની ખોલી પોલ
rajasthan mbbs students suicide news in gujarati : રાજસ્થાનના ઉદયપુરમાં પેસિફિક ડેન્ટલ કોલેજમાં MBBS વિદ્યાર્થીએ રાત્રે તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી હતી.આ કેસમાં સ્થળ પરથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં કોલેજ સ્ટાફ પર માનસિક ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ...સંપૂર્ણ વાંચો
- Jul 26, 2025 10:08 IST
Today News Live: બિહારમાં પત્રકારોના પેન્શનમાં વધારો, મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી
બિહારની વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે પત્રકારોના પેન્શનમાં વધારો કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શનિવારે, મુખ્યમંત્રીએ તેમના સત્તાવાર X હેન્ડલ દ્વારા જણાવ્યું છે કે બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના હેઠળ, હવે બધા પાત્ર પત્રકારોને દર મહિને 6 હજાર રૂપિયાને બદલે 15 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે અને આ સંદર્ભમાં સૂચનાઓ આપવામાં આવી છે.
બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે અને તે પહેલાં મતદાર યાદી સુધારણા વિશેષ સઘન સુધારણા (SIR) ના મુદ્દા પર ઘણો હોબાળો ચાલી રહ્યો છે.
- Jul 26, 2025 08:56 IST
Gujarat Rain : ગુજરાતાં 24 કલાકમાં 71 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં 6.77 ઈંચ ખાબક્યો
today 26 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.
...સંપૂર્ણ વાંચો - Jul 26, 2025 08:33 IST
Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 26 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 26, 2025 07:19 IST
Today News Live: UNSC બેઠકમાં કંબોડિયાની યુદ્ધવિરામની અપીલ
પડોશી દેશ થાઇલેન્ડ સાથે બે દિવસના ભયંકર લશ્કરી સંઘર્ષ પછી, કંબોડિયાએ હવે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂતે શુક્રવારે કહ્યું હતું કે તેમનો દેશ થાઇલેન્ડ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે. તે જ સમયે, બેંગકોકે પણ વાતચીત માટે સકારાત્મક સંકેત આપ્યો છે. આ દરમિયાન, બંને પડોશીઓ વચ્ચે સતત ઘાતક હુમલાઓ થયા હતા. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ ગુરુવારે ભયંકર યુદ્ધમાં ફેરવાઈ ગયો, જેમાં લડાકુ વિમાનો, તોપો, ટેન્કો અને ભૂમિ સૈનિકોએ ભાગ લીધો હતો.
સંકટને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શુક્રવારે કટોકટીની બેઠક બોલાવી હતી. તેમાં કંબોડિયા અને થાઇલેન્ડ બંને હાજર હતા. બંધ બારણે થયેલી બેઠક બાદ, નોપ પેન્હના યુએન રાજદૂત ચિયા કીઓએ કહ્યું કે કંબોડિયાએ બિનશરતી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે અને અમે આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલની પણ હાકલ કરીએ છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us