Gujarat Latest News Update Today in Gujarati 26 October 2025 : કેરળના ઇડુક્કી જિલ્લાના આદિમાલી નજીક શનિવાર મોડી રાત્રે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનથી બે ઘર કાટમાળ નીચે દબાઇ ગયા હતા અને 1 વ્યક્તિનું નામ થયું છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ બીજું છે. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયરબ્રિગેડ તેમજ બચાવ કર્મચારીઓ દ્વારા છ કલાકથી વધુની મહેનત બાદ મૃતકની પત્ની સંધ્યાને બચાવી લેવાઇ છે. આ ઘટનાના ઘાયલોને સારવાર માટે કોચીની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.





