Today News : બિહારમાં નીતિશના કેબિનેટ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, ગામલોકોએ એક કિલોમીટર સુધી દોડાવ્યા

Today Latest News Update in Gujarati 27 August 2025: બિહારના મંત્રી શ્રવણ કુમાર નાલંદાના માલવણ ગામમાં 9 લોકોના મોત બાદ શોક વ્યક્ત કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કર્યો.

Written by Ankit Patel
Updated : August 27, 2025 23:35 IST
Today News : બિહારમાં નીતિશના કેબિનેટ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, ગામલોકોએ એક કિલોમીટર સુધી દોડાવ્યા
બિહાર કેબિનેટ મંત્રી શ્રવણ કુમાર - Express photo

Today Latest News Update in Gujarati 27 August 2025: બિહારના મંત્રી શ્રવણ કુમાર નાલંદાના માલવણ ગામમાં 9 લોકોના મોત બાદ શોક વ્યક્ત કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ઘટના દરમિયાન ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પથ્થરમારો કર્યો, જેના કારણે મંત્રી અને સ્થાનિક ધારાસભ્યને પોતાનો જીવ બચાવવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડવું પડ્યું. ગ્રામજનોએ મંત્રી અને તેમના સુરક્ષા કર્મચારીઓનો પીછો કર્યો. આ હુમલામાં એક બોડીગાર્ડ ઘાયલ થયો છે.

Live Updates

જાણો કોણ છે પૃથ્વી શો ની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ? ગણેશ ચતુર્થી પર શેર કરી તસવીર

Prithvi Shaw : પૃથ્વી શો એ જે રીતે આકૃતિ અગ્રવાલ સાથેની પોતાની તસવીર શેર કરી છે તે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને વચ્ચે કોઇ ખાસ કનેક્શન છે. જોકે આ અંગે હજુ સુધી કોઇનું સત્તાવાર નિવેદન આવ્યું નથી …સંપૂર્ણ માહિતી

અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ, શું ભારતમાં કેટલીક વસ્તુઓ સસ્તી થશે?

US-India trade tensions 2025: અમેરિકામાં નિકાસ ન થઈ શકે તો શું ભારતના લોકોને આ વસ્તુઓ સસ્તી મળી શકે છે? તેની પાછળનો તર્ક એ હોઈ શકે કે જ્યારે આ સામાનને અમેરિકા મોકલવામાં નહીં આવે તો ભારતમાં તેનો જથ્થો વધારે હશે અને આનાથી તેના ભાવ ઘટી શકે છે, પરંતુ શું ખરેખર આવું થશે? …વધુ માહિતી

પતિ સાથે ગણપતિ પૂજા કરતા સુનીતાએ છૂટાછેડાની અફવા ફેલાવનારને આપ્યો જવાબ, કહ્યું - મારો ગોવિંદા ફક્ત મારો છે

Sunita Ahuja and Govinda: ગોવિંદા અને સુનીતા આહુજા એકસાથે પાપારાઝી સામે આવ્યા હતાં અને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું સુનીતા આહુજાએ કહ્યું – અમને બંનેને કોઈ અલગ કરી શકશે નહીં …બધું જ વાંચો

હવે ભાષા નહીં બને બાધા! Google Translate નું LIVE Translation ફિચર લોન્ચ, આવી રીતે કરો ઉપયોગ

ગૂગલે જાહેરાત કરી છે કે તે તેના Google Translate પ્લેટફોર્મ પર એક નવું AI સંચાલિત ફીચર લોન્ચ કરી રહ્યું છે જે લોકોને નવી ભાષા શીખવા અને પ્રેક્ટિસ કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. …વધુ માહિતી

Today News Live: બિહાર: નીતિશના કેબિનેટ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો

બિહારના મંત્રી શ્રવણ કુમાર નાલંદાના માલવણ ગામમાં 9 લોકોના મોત બાદ શોક વ્યક્ત કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ઘટના દરમિયાન ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પથ્થરમારો કર્યો, જેના કારણે મંત્રી અને સ્થાનિક ધારાસભ્યને પોતાનો જીવ બચાવવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડવું પડ્યું. ગ્રામજનોએ મંત્રી અને તેમના સુરક્ષા કર્મચારીઓનો પીછો કર્યો. આ હુમલામાં એક બોડીગાર્ડ ઘાયલ થયો છે.

Explained: આજથી ટ્રમ્પનો 50 ટકા ટેરીફ લાગુ! ભારતને નુકસાનથી આ દેશોને ફાયદો, કપડા, રત્નો-આભૂષણ નિકાસને મોટો ફટકો

US tariffs on Indian goods 2025 : વેપાર નિષ્ણાતોનો અંદાજ છે કે ટ્રમ્પના નવા ટેરિફ લાગુ થવાથી, ભારતની અમેરિકામાં થતી માલસામાન નિકાસનું મૂલ્ય પાછલા વર્ષની તુલનામાં 2025-26 માં 40-45% ઘટી શકે છે. …સંપૂર્ણ વાંચો

Ojas New Bharti 2025: ધો.12 પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરીની તક, કેટલો મળશે પગાર?

GSSSB Fireman Cum Driver Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો. …વધુ માહિતી

વૈષ્ણો દેવી રૂટ પર ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 30 લોકોના મોત, રાજ્યના ઘણા ભાગોમાં ટેલિકોમ સેવાઓ બંધ, શાળાઓ બંધ

Jammu Kashmir Flood Vaishno Devi Landslide : જમ્મુમાં વૈષ્ણો દેવી રૂટ પર ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં કુલ 30 લોકોના મોત થયા છે. એસએસપી રિયાસી પરમવીર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે. …વધુ વાંચો

Today News Live: નોઈડા, સુરત અને તિરુપુરના કાપડ એકમોએ ઉત્પાદન બંધ કર્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જે આજથી એટલે કે 27 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યો છે. ટ્રમ્પે અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો જે 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. આનાથી ભારત પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે જે વિશ્વમાં સૌથી વધુ છે. આનાથી ભારતના ઘણા ક્ષેત્રો પર ખરાબ અસર પડી શકે છે. કાપડ, ઘરેણાં, ઝીંગા, કાર્પેટ અને ફર્નિચર ઉદ્યોગો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. દરમિયાન, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) એ મંગળવારે જણાવ્યું હતું કે ટ્રમ્પના નિર્ણયને કારણે, તિરુપુર, નોઈડા અને સુરતમાં કાપડ અને વસ્ત્ર ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

Today News Live: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 26 ઓગસ્ટ 2025,સવારે 6 વાગ્યાથી લઈને 27 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live: ટ્રમ્પનો 50 ટકા ટેરિફ આજથી ભારત પર લાગુ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. આ પછી, તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જે આજથી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. આનાથી ભારતના ઘણા ક્ષેત્રો પર ખરાબ અસર પડી શકે છે અને હજારો નોકરીઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ