Gujarat Latest News Update Today in Gujarati 28 September 2025: તમિલનાડુમાં શનિવાારે તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગથી 39 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના મામલે વિજયની પાર્ટી TVKના કરુર જિલ્લા સચિવ વિરુદ્ધ કે દાખલ કરવામાં આવ્યો છે. તો રાજ્યના CM એમકે સ્ટાલિનને આ ઘટનાની તપાસ માટે તપાસ પંચની રચના કરી છે. આ ઘટનાના મૃતકોના પરિવારજનોને 10 – 10 લાખ રૂપિયા અને ઘાયલકોને 1 લાખ રૂપિયા સહાય આપવાની ઘોષણા કરી છે.
નોંધનિય છે કે, ટીવીકેની રેલીમાં 10000 લોકો આવવાની અપેક્ષા છે, જેની સામે 27000 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રેલીનો સમય બપોરે 3 થી રાતના 10 વાગ્યા સુધી હતો, જો કે બપોરે 11 વાગેથી જ લોકો મેદાનમાં એકઠાં થવા લાગ્યા હતા. ઉપરાંત અભિનેતા વિજય પણ સાત કલાક મોડો સાંજે 7.40 વાગે રેલીમાં પહોંચ્યો હતો. કલાકો સુધી લોકો ભુખ્યા તરસ્યા વિજયની રાહ જોઇ બેસી રહ્યા હતા, અભિનેતાન જોતા જ ભીડ બેકાબુ તઇ ગઇ હતી.
નુહમાં પોલીસ ટીમ પર હુમલો, આરોપીઓને પકડવા ગયા હતા
હરિયાણામાં સાયબર ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં પોલીસની ટીમ દરોડા પાડી આરોપીઓને ધરપકડ કરવા ગઈ હતી. પરંતુ આરોપીઓના સમર્થકોએ પોલીસ ટીમ પર બંદુકો વડે હુમલો કર્યો હતો. હરિયાણાના ડીએસપી પુનાહાના જિતેન્દ્ર રાણાએ કહ્યું કે, જે કેસમાં FIR દાખલ થઇ હતી, તેમા પંજાબ માંથી કાર લઇ ખોટા નામ અને દસ્તાવેજથી વેચવામાં આવી હતી.
CIAને જાણકારી મળી હતી, જેમા એક વ્યક્તિની આઝાદ નામે ઓળખ થઇ હતી, તે એક ઘરમાં હતો ત્યાં દરોડા પાડવામાં આવ્યા. 3 મહિલાઓ અને 10 પુરુષોની ઘરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસ ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પિસ્તોલ મળી અને 4 -5 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. અમે ટુંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લઇશું અને પંજાબ પોલીસને સોંપીશું.