Today Latest News Update in Gujarati 29 June 2025: ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખી ચાર ધામ યાત્રા 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્ગપ્રયાગ અને વિકાસનગરમાં તીર્થયાત્રીઓને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇયે કે, ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.
પાકિસ્તાનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ
પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ગભરાઇ ઘરની બહાર દોડી આવ્યા હતા. રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટરઓફ સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ રવિવારે સવારે 3.54 વાગે પાકિસ્તાનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં 150 કિમી ઉંડાણમાં હતો. તો ભૂકંપનું કેન્દ્ર 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ દેશાંતર નોંધાયો છે. અલબત્ત ભૂકંપથી કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી, જો કે લોકો ડરેલા છે.
ઉત્તરાખંડમાં યમુનોત્રી ધામ જવાના માર્ગમાં વાદળ ફાટ્યું, 8 – 9 લોકો ગુમ
ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.