Today News : બોટાદમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ત્રણના મોત, 20થી વધુ ઘાયલ

Gujarat Latest News Update Today in Gujarati 29 September 2025: બોટાદ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ વચ્ચે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Written by Ankit Patel
Updated : September 29, 2025 23:32 IST
Today News : બોટાદમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ત્રણના મોત, 20થી વધુ ઘાયલ
અકસ્માતની ફાઈલ તસવીર - Express photo

Today Latest News Update in Gujarati 29 September 2025: બોટાદ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ વચ્ચે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Live Updates

હવે અમેરિકામાં ફિલ્મો પર પણ લાગશે 100% ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પનું એક નવું ફરમાન

Donald Trump News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દરેક ક્ષેત્ર પર ટેરિફ લાદી રહ્યા છે, અને હવે તેમનો તાજેતરનો હુકમ ફિલ્મોને લગતો છે. તેમણે અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. …અહીં વાંચો

‘અમે GST ઓછો કર્યો તો તેમણે કિંમતો વધારી દીધી’, પીએમ મોદીએ વિપક્ષ પર લગાવ્યો મોંઘવારી વધારવાનો આરોપ

PM Modi on GST: પીએમ મોદીએ જીએસટીને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કોંગ્રેસની હિમાચલ સરકાર પર મોંઘવારી વધારવાનો અને લોકોને રાહત ન આપવાનો આરોપ લગાવ્યો …સંપૂર્ણ માહિતી

Gujarat Rain : રાજ્યમાં 100 તાલુકામાં મેઘમહેર, મંગળવારે આ 4 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 29 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે …વધુ વાંચો

2,000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5 બેસ્ટ TWS ઇયરબડ્સ, મળશે ANC અને દમદાર ફિચર્સ

best tws earbuds under 2000 rupee : જો તમે 2,000 રૂપિયાથી ઓછી કિંમતના સસ્તા ટ્રુ વાયરલેસ ઇયરબડ્સ શોધી રહ્યા છો. તો બજારમાં કેટલાક શાનદાર વિકલ્પો છે. અહીં તમારા માટે 5 મોડલ વિશે જણાવી રહ્યા છીએ …વધુ માહિતી

શું ચેમ્પિયનના બદલે અન્ય કોઇ રાખી શકે છે એશિયા કપ ટ્રોફી? જાણો શું કહે છે નિયમ

Asia Cup 2025 Final : એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીના હાથેથી ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે તેઓ ટ્રોફી અને મેડલ પોતાની સાથે તેમની હોટલમાં લઈ ગયા હતા …સંપૂર્ણ વાંચો

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

Ojas GSSSB Searcher (Finger Print) Recruitment 2025 last date, online apply link in Gujarati: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત સર્ચર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. …વધુ માહિતી

ક્યારેક આગરા તો ક્યારેક મથુરા-વૃંદાવન, એક મહિનામાં ચૈતન્યાનંદે બદલી 13 હોટલ, આઈપેડનો પણ ન આપ્યો પાસવર્ડ

Chaitanyanand Saraswati arrest : પોલીસે જણાવ્યું હતું કે તેમને આરોપી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થસારથી પાસેથી નકલી વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા હતા. એક વ્યક્તિએ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) માં કાયમી રાજદૂત હોવાનો દાવો કર્યો હતો. …સંપૂર્ણ માહિતી

Canada Work Permit: કેનેડામાં નોકરીનું સપના જોતા વિદ્યાર્થીઓનું તૂટી શકે છે સપનું, વર્ક પરમિટ અંગે આવ્યા ખરાબ સમાચાર!

canada pgwp approval rate : અભ્યાસ પછી કેનેડામાં રોજગાર શોધવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે PGWP માટે પાત્રતા માપદંડ કડક કર્યા છે. …વધુ માહિતી

Canada Work Permit: કેનેડામાં નોકરીનું સપના જોતા વિદ્યાર્થીઓનું તૂટી શકે છે સપનું, વર્ક પરમિટ અંગે આવ્યા ખરાબ સમાચાર!

canada pgwp approval rate : અભ્યાસ પછી કેનેડામાં રોજગાર શોધવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે PGWP માટે પાત્રતા માપદંડ કડક કર્યા છે. …વધુ માહિતી

giorgia Meloni :" આ તેમની Mann Ki Baat છે," પીએમ મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

Giorgia Meloni memoir Indian edition : તેમના રેડિયો પ્રસારણના શીર્ષક “આ તેમના હૃદયમાંથી છે” પરથી પ્રેરણા લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીની આત્મકથાનો મુખ્ય વિષય વર્ણવ્યો હતો, …બધું જ વાંચો

IND vs PAK: સૂર્યકુમાર યાદવે AI-જનરેટેડ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને કહ્યું, "મારી સાચી ટ્રોફી મારી ટીમ છે."

Asia cup final ind vs pak : ટુર્નામેન્ટ જીતવા છતાં ટીમ ઇન્ડિયાને ટ્રોફી મળી ન હતી, તેથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્વિટર પર AI-જનરેટેડ એશિયા કપ સાથેનો ફોટો પોસ્ટ કર્યો. …વધુ વાંચો

Today News Live: બોટાદમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત, ત્રણના મોત, 20થી વધુ ઘાયલ

બોટાદ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ વચ્ચે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Today News Live: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 28 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 29 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 232 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Today News Live: એશિયા કપમાં ભારતના વિજય પર પીએમ મોદીની પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયા કપમાં ભારતની જીત પર ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર રમતના મેદાન પર પણ થયું હતું, અને પરિણામ એ જ હતું: ભારત જીત્યું. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને અભિનંદન આપ્યા. ભારતે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ