Today Latest News Live Update in Gujarati 3 August 2025: શનિવાર મોડી રાતથી જ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડવાનો શરું થયો છે. એક તરફ, રવિવારે દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ભારે વરસાદથી લોકોને ભેજથી રાહત મળી, તો બીજી તરફ, પાણી ભરાઈ જવાની સમસ્યાએ સામાન્ય લોકો અને ઓફિસ જનારાઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો. ભારે વરસાદને કારણે વિજય ચોક, કનોટ પ્લેસ, મિન્ટો બ્રિજ, સરોજિની નગર, એઈમ્સ અને પંચકુઈયાન માર્ગ જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો અને ઘણા વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા.