Today Latest News Update in Gujarati 30 August 2025: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે શનિવારે ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષ, માનવતાવાદી પરિસ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે આજે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે થયેલા ફોન કોલ બદલ આભાર. અમે ચાલી રહેલા સંઘર્ષ, તેના માનવતાવાદી પાસાં, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચારો શેર કર્યા. ભારત આ દિશામાં થનાર તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમની એક્સ પોસ્ટમાં કહ્યું કે તેમણે વડા પ્રધાન મોદીને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓ સાથેની વાતચીત વિશે માહિતી આપી. તે એક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ વાતચીત હતી. તેમણે એમ પણ કહ્યું કે આ યુદ્ધનો અંત તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિથી જ શક્ય છે. ભારત આ દિશામાં જરૂરી પ્રયાસો કરવા તૈયાર છે અને SCO સમિટ દરમિયાન રશિયા સહિત અન્ય નેતાઓને આ સંદેશ પહોંચાડશે. ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં વડા પ્રધાન મોદીને મળવાની આશા રાખે છે.