Today Latest News Update in Gujarati 30 July 2025: નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી હતી.
અગાઉ નીચલી કોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મોનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.